Home /News /entertainment /નવજોત સિંહ સિદ્ધુની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હાર, અર્ચના પૂરણ સિંહના મીમ થયા વાયરલ

નવજોત સિંહ સિદ્ધુની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હાર, અર્ચના પૂરણ સિંહના મીમ થયા વાયરલ

નવજોત સિંહ સિદ્ધુ અર્ચના પુરમ સિંહ

પંજાબ વિધાનસભા ચૂંટણી (punjab assembly election 2022) માં નવજોત સિંહ સિદ્ધુ (navjot singh sidhu) ની હાર થતા કપિલ શર્મા શો (The Kapil Sharma Show) ની અર્ચના પુરણ (archana puran singh) ટ્રેન્ડમાં આવી ગઈ છે.

    પંજાબ વિધાનસભા ચૂંટણી (punjab assembly election 2022) માં નવજોત સિંહ સિદ્ધુ (navjot singh sidhu) એ હારનો સામનો કરવો પડ્યો છે. નવજોત સિંહ સિદ્ધુની હાર થતા કપિલ શર્મા શો (The Kapil Sharma Show) ની અર્ચના પુરણ સિંહ (archana puran singh) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે. કપિલ શર્મા શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા અર્ચના પુરણ સિંહે લીધી હતી. સિદ્ધુ વર્ષ 2017 સુધી કાયમી ગેસ્ટ હતા. ત્યારબાદ તેમની જગ્યાએ અર્ચનાને લેવામાં આવ્યા હતા. આ કોમેડી શોમાં સીટ ચોરી કરવાની વાત અંગે કપિલ શર્મા અર્ચનાની ઘણી વાર મજાક ઉડાવે છે.

    પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર ઈસ્ટ વિધાનસભા સીટ પરથી હારી ગયા છે. અનેક લોકોએ આ વાતને કપિલ શર્માના શો સાથે જોડી છે. સોશિયલ મીડિયા પર મજાક ઊડાવવામાં આવી રહી છે કે, નવજોત સિંહ સિદ્ધુ અર્ચનાની જગ્યા લેવા માટે કપિલ શર્મા શોમાં પાછા આવશે.



    નવજોત સિંહ સિદ્ધુએ પંજાબની ચૂંટણીમાં હાર મેળવતા અર્ચના પૂરણ સિંહને કપિલ શર્મા શોમાં પોતાની સીટ ગુમાવવાનો ડર છે. આ પ્રકારના મીમ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.



    અર્ચના પૂરણ સિંહે કપિલ શર્મા શોમાં નવજોત સિંહ સિદ્ધુની જગ્યા લીધી તે સમયથી કપિલ શર્મા અર્ચના પૂરણ સિંહની મજાક ઉડાવી રહ્યા છે. કપિલ કોમેડી શોમાં કપિલ શર્મા જણાવે છે કે સિદ્ધુજી કપિલ શર્મા શોમાં પોતાની જગ્યા પરત મેળવી શકે છે. નવજોત સિંહ સિદ્ધુ કોમેડી શોમાં મેઈન જજ હતા, રાજનૈતિક કરિઅર માટે તેમણે કોમેડી શો છોડી દીધો હતો.



    નવજોત સિંહ સિદ્ધુએ વર્ષ 2021માં પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુ કોમેડી શોમાં પરત ફરશે તેવા મીમ ખૂબ જ વાયરલ થયા હતા. અર્ચનાએ એક મીમ શેર કર્યું હતું અને કેપ્શનમાં ‘kissa kursi ka’ લખ્યું હતું.

    આ પણ વાંચોSharmaji Namkeen : ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનનું પ્રીમિયર થશે 31 માર્ચે

    નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યા બાદ અર્ચના પૂરણ સિંહને તે અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. અર્ચનાને રાજીનામા અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતને તેઓ બિલ્કુલ પણ ગંભીરતાથી લેતા નથી. અર્ચનાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, ‘આ એક મજાક છે અને ઘણા વર્ષોથી મારી સાથે આ મજાક કરવામાં આવે છે. મને આ બાબત અંગે બિલ્કુલ પણ પરવા નથી અને હું આ બાબતને ગંભીરતાથી લેતી નથી. જો સિદ્ધુ આ શોમાં ફરી એન્ટ્રી કરશે તો મારી પાસે કામ કરવા માટે અનેક કામ છે.’
    Published by:kiran mehta
    First published:

    Tags: Archana puran singh, Kapil Sharma, Navjot Singh Sidhu, Punjab Assembly Election-2022, The kapil sharma show

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन