Home /News /entertainment /

ઘનશ્યામ નાયકની જેમ નટુકાકા બનવા માંગે છે આ વ્યક્તિ, જુઓ કેવી રીતે મેળવ્યો ડ્રિમ રોલ

ઘનશ્યામ નાયકની જેમ નટુકાકા બનવા માંગે છે આ વ્યક્તિ, જુઓ કેવી રીતે મેળવ્યો ડ્રિમ રોલ

કિરણ ભટ્ટ અને ઘનશ્યામ નાયક

Taarak Mehta Ka Ooltah Chashmah: નટુ કાકાનું આ આઇકોનિક પાત્ર ભજવીને મને ખૂબ જ ખૂશી મળી રહી છે. મને અસિત મોદીજીએ ઓડિશન માટે બોલાવ્યો હતો. મેં જે રીતે આ પાત્ર કર્યું છે તે નિર્માતાઓને ખૂબ ગમ્યું. આ રીતે મને આ પાત્ર મળ્યું.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ટ: ફેસમ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TV Show TMKOC)ના અભિનેતા ઘનશ્યામ નાયકે (Ghanshyam Nayak Death) આ દુનિયાને અલવિદા કહીને આઇકોનિક પાત્ર 'નટુ કાકા'ને છોડી ગયા છે. તેમના ગયા પછી આ પાત્રને જીવંત રાખવા માટે સખત પ્રયાસો કરાયા, પરંતુ કંઇ ખાસ સફળતા નથી મળી. આખરે લાંબી રાહ જોયા પછી નિર્માતાઓ દર્શકો માટે એક નવા નટુ  કાકાને (New Nattu kaka) લઈને આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક કિરણ ભટ્ટ (Kiran Bhatt) આ પાત્રને ભજવીને શો આગળ લઈ જઈ રહ્યા છે.

    પાત્રને માણી રહ્યા છે કિરણ ભટ્ટ

    અભિનેતા કિરણ ભટ્ટ આ પાત્રને ખૂબ એન્જોય કરી રહ્યા છે. પાત્રને સ્ક્રીન પર ભજવતા કિરણ ભટ્ટે કહ્યું, "નટુ કાકાનું આ આઇકોનિક પાત્ર ભજવીને મને ખૂબ જ ખૂશી મળી રહી છે. મને અસિત મોદીજીએ ઓડિશન માટે બોલાવ્યો હતો. મેં જે રીતે આ પાત્ર કર્યું છે તે નિર્માતાઓને ખૂબ ગમ્યું. આ રીતે મને આ પાત્ર મળ્યું.




    અસિતજીએ કહ્યું કે, મારે આ રોલ કરવાનો જ છે અને હું તેને આ માટે ના પાડી શક્યો નહીં." કિરણ ભટ્ટે વધુમાં કહ્યું કે હું ઘનશ્યામ નાયકજીને આ પહેલા પણ ઘણી વખત મળ્યો છું. હું તેમને કહેતો હતો કે આ શો કેટલો સારો છે. મને ખબર નહોતી કે એક દિવસ હું આ શો કરીશ. હું ઘનશ્યામ નાયકનું સ્થાન લઈશ. શૂટિંગનો પહેલો દિવસ મારા માટે ખૂબ જ ભાવુક હતો. નટુ કાકાનાં  આ પાત્રને જીવંત રાખવા માટે હું તેમના મેનરિઝમની નકલ કરી રહ્યો હતો અને મારા તરફથી પૂરતા પ્રયાસો કરીને તેને ભજવવાનો પ્રયાસ કરી રહ્યો છું. લોકો તેમને ખૂબ જ પસંદ કરતા હતા. તેઓ જે રીતે પાત્ર નિભાવતા હતા, તેને અપનાવવાનો હું પણ ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છે.

    આ પણ વાંચો- રણવીરનાં કપડાં ઉતારવાં પાછળ Rakhi Sawant એ આપ્યું કારણ, જાણો કેમ એક્ટરને ખેંચાવા પડ્યાં વગર કપડાંનાં ફોટા

    બહુ ઓછા લોકો જાણે છે કે કિરણ ભટ્ટ લોકપ્રિય ડેઈલી સોપ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં જોવા મળ્યા હતા. તેણે કેતકી દવેના ભાઈની ભૂમિકા ભજવી હતી. કિરણ ભટ્ટ માટે તે અલગ શો હતો અને તારક મહેતા પણ તેમના માટે અલગ શો છે. આજના સમયમાં વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. કિરણ ભટ્ટે કહ્યું કે આજના સમયમાં વસ્તુઓ ઘણી પ્રોફેશનલ બની ગઈ છે અને ટેકનિકલી પણ મજબૂત બન્યા છીએ. મેં વધુ શો તો કર્યા નથી, પણ ગુજરાતી થિયેટરમાં ખૂબ જ સક્રિય છું. નાટકનું નિર્માણ, દિગ્દર્શન, લેખન અને અભિનય પણ કર્યો છે. લોકડાઉન પહેલાં ગુજરાતી થિયેટર ખૂબ સારું કામ કરી રહ્યું હતું અને તેમાં પૈસા હતા. પરંતુ હવે વસ્તુઓ ખૂબ બગડી ગઇ છે. જોકે, ધીમે ધીમે વસ્તુઓ નોર્મલ અને ટ્રેક પર આવી રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kiran, Kiran Bhatt

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन