હિન્દી ફિલ્મ 'અંધાધુન' અને ગુજરાતી ફિલ્મ 'રેવા' ને રાષ્ટ્રીય એવોર્ડ

આ એવોર્ડની જાહેરાત આમ તો એપ્રિલ મહિનામાં થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે આ એવોર્ડની જાહેરાત મોડી થઇ.

News18 Gujarati
Updated: August 9, 2019, 4:49 PM IST
હિન્દી ફિલ્મ 'અંધાધુન' અને ગુજરાતી ફિલ્મ 'રેવા' ને રાષ્ટ્રીય એવોર્ડ
આ એવોર્ડની જાહેરાત આમ તો એપ્રિલ મહિનામાં થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે આ એવોર્ડની જાહેરાત મોડી થઇ.
News18 Gujarati
Updated: August 9, 2019, 4:49 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: 66માં રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત હાલમાં જ થઇ. આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીતી લીધો. વિવાદોમાં રહેલી દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને શાહિદ કપૂરની 'પદ્માવત'એ બેસ્ટ કોરિયોગ્રાફી  એવોર્ડ જીત્યો. આ એવોર્ડની જાહેરાત આમ તો એપ્રિલ મહિનામાં થવાની હતી પણ લોકસભા ચૂંટણીને કારણે આ એવોર્ડની જાહેરાત મોડી થઇ.

બેસ્ટ હિન્દી ફિલ્મ- આયુષ્માન ખુરાનાની 'અંધાધુન'. આ ફિલ્મમાં તબ્બૂ અને રાધિકા આફ્ટે લિડ રોલમાં છે

બેસ્ટ ગુજરાતી ફિલ્મ- મોનલ ગજ્જર અને ચેતન ધાનાણી સ્ટાર 'રેવા'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ-  વિક્કી કૌશલને 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આયુષ્માન ખુરાનાને 'બધાઇ હો' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- આયુષ્માન ખુરાના, નિના ગુપ્તા, સુરેખા શિકરી, ગજરાજ રાવ અને સનાયા મલ્હોત્રાની 'બધાઇ હો'ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ- 'બધાઇ હો' ફિલ્મનાં દાદી સુરેખા શિકરીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ- મરાઠી ફિલ્મ 'ચુંબક'નાં એક્ટર શ્વનંદા કિરકિરેને બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો

બેસ્ટ કોરિયોગ્રાફી- દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફિલ્મ 'પદ્માવત'એ 'ધૂમર' સોન્ગ માટે જીત્યો

બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર- આ એવોર્ડ ડિરેક્ટર સંજય લીલા ભણસાળીએ પોતાનાં નામે કર્યો

બેસ્ટ પ્લેબેક - બેસ્ટ પ્લેબેકને નેશનલ એવોર્ડ અરિજીત સિંહે જીત્યો. તેણે આ ફિલ્મ 'પદ્માવત'નાં સોન્ગ બીતે દિનમાટે મળ્યો.

 
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...