રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો, જાણો કોને કર્યો સમર્પિત

રજનીકાંત કંડક્ટર હતા ત્યારથી જ રજનીકાંત રાજ બહાદુરના સારા મિત્ર હતા

રજનીકાંતે આ એવોર્ડ તેમના માર્ગદર્શક કે. બાલાચંદર, તેમના મોટા ભાઈ સત્યનારાયણ ગાયકવાડ અને તેમના પરમ મિત્ર રાજ બહાદુરને સમર્પિત કર્યો.

  • Share this:
    નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ને ભારતીય સિનેમા (Indian Cinema)ના સૌથી પ્રતિષ્ઠિત 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ' (Dadasaheb Falke Award)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. રજનીકાંતે 67 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ (M.Venkaiya Naydu) પાસેથી આ સન્માન મેળવ્યું. રજનીકાંતે આ એવોર્ડ તેમના માર્ગદર્શક કે. બાલાચંદર, તેમના મોટા ભાઈ સત્યનારાયણ ગાયકવાડ અને તેમના પરમ મિત્ર રાજ બહાદુરને સમર્પિત કર્યો. કર્ણાટક બસ ટ્રાન્સપોર્ટ (Karnataka Bus transport)માં કંડક્ટર હતા ત્યારથી જ રજનીકાંત રાજ બહાદુરના સારા મિત્ર હતા.

    આ ખાસ અવસર પર રજનીકાંતે સફેદ કુર્તો અને પાયજામા પહેર્યો હતો. તેમણે મો પર સ્મિત સાથે ઉપરાષ્ટ્રપતિના હાથથી પ્રતિષ્ઠિત પુરસ્કાર લીધો. ત્યારબાદ તેણે આ પુરસ્કાર તેના માર્ગદર્શક, મોટા ભાઈ અને તેના લાંબા સમયના મિત્રને સમર્પિત કર્યો. તેમણે કહ્યું, "હું આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરીને અત્યંત ખુશ છું અને મને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવા બદલ કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર."

    રજનીકાંતે વધુમાં કહ્યું, “હું આ એવોર્ડ મારા માર્ગદર્શક અને ગુરુ કે બાલાચંદર સરને સમર્પિત કરું છું. આ ક્ષણે, હું તેમને મિસ કરી રહ્યો છું. અને મારા ભાઈ સત્યનારાયણ ગાયકવાડ, જે મારા પિતા જેવા છે, મને મહાન મૂલ્યો શીખવવા માટે અને મારામાં આધ્યાત્મિકતા જગાડવા માટે. ઉપરાંત, મારા મિત્ર અને સાથીદાર રાજ બહાદુરનો પણ આભાર, જેઓ બસ ડ્રાઈવર હતા. જ્યારે હું બસ કંડક્ટર હતો ત્યારે તેણે મારામાં રહેલા અભિનેતાને ઓળખ્યો અને મને ફિલ્મોમાં જવા માટે પ્રોત્સાહિત કર્યો. હું આ બધાને આ એવોર્ડ અર્પણ કરું છું.

    રજનીકાંતે વધુમાં કહ્યું, “આદરણીય નિર્દેશકો અને નિર્માતાઓનો આભારી છું જેમણે મારામાં વિશ્વાસ કર્યો અને મારી સાથે ફિલ્મો કરી. ટેકનિશિયન, ડિસ્ટ્રીબ્યુટર્સ, મીડિયા અને મારા તમામ ચાહકોનો આભાર. તમામ તમિલ લોકોનો આભાર - તમારા વિના હું કંઈ નથી." આ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં રજનીકાંતની પત્ની લતા, પુત્રી સૌંદર્યા, રજનીકાંત અને જમાઈ ધનુષ સહિત પરિવારના તમામ સભ્યો હાજર હતા. ખાસ વાત એ છે કે ધનુષને ફિલ્મ 'અસુરન'માં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે.

    રજનીએ 1975માં ડેબ્યૂ કર્યું હતું. તેઓ લગભગ 46 વર્ષથી મનોરંજન ઉદ્યોગમાં છે. રજનીકાંત આ એવોર્ડ મેળવનાર 12 મો દક્ષિણ ભારતીય છે. અગાઉ આ એવોર્ડ ડૉ. રાજકુમાર, અક્કીનેની નાગેશ્વર રાવ, કે. બાલાચંદર જેવા લોકોને આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઆ ગુજરાતી સેલિબ્રિટીઝના ભાઈ-બહેન ખુબસુરતીમાં તેમનાથી થોડા પણ ઓછા નહીં

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંતે અત્યાર સુધીમાં એકથી એક ચડિયાતી ફિલ્મો કરી છે. તેની સુપરહિટ ફિલ્મોની યાદીમાં 'રોબોટ', 'કબાલી', 'ચેન્નાઈ એક્સપ્રેસ', 'ધર્મ દોરાઈ', 'લિંગા', 'બાબા', 'કાલા' સહિતના ઘણા નામ સામેલ છે. રજનીકાંતના ચાહકો કરોડોમાં છે અને હંમેશા તેમને 'થલાઇવા' નામથી બોલાવે છે.
    Published by:kiran mehta
    First published: