બોલિવુડ અભિનેતા વિવેક ઓબેરોય હાલમાં એક ટ્વિટના કારણે મુશ્કેલીમાં ફસાતો જોવા મળી રહ્યો છે. વિવેકે પોતાના ટ્વિટરથી એક્ઝિટ પોલ સાથે જોડાયેલ એક મીમ શેર કર્યો હતો. જેમાં ઐશ્વર્યા રાયની તસવીર પણ છે. તેના આ ટ્વિટ પછી તેની સોશિયલ મીડિયા ઉપર ટિકા થઈ રહી છે. બીજી બાજુ મહારાષ્ટ્ર મહિલા આયોગે વિવેક ઓબેરોય દ્વારા કરેલ આપત્તિજનક ટ્વિટ બદલ સરકાર સામે સખત એક્શન લેવાની માંગણી કરી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી વિવેક સામે એક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ કહ્યું હતું કે આ મામલામાં વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા અને જે વ્યક્તિ સાથે આ પોસ્ટ જોડાયેલી છે તેની પાસે વ્યક્તિગત રુપથી માફી માંગવી જોઈએ. જો એમ નહીં કરે તો અમે જોઈશું કે તેની સામે કયા લીગલ એક્શન લઈ શકીએ છીએ. અમે ટ્વિટરથી આ ટ્વિટને હટાવવા વિશે પણ વાત કરી રહ્યા છીએ.
એનસીપીએ અભિનેતા વિવેક ઓબેરોયના ટ્વિટને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે એક્ઝિટ પોલની આડમાં કોઈ મહિલાનું અપમાન કરનાર ઉપર ગુનો નોંધાવવો જોઈએ. ઐશ્વર્યા પદ્મ શ્રી થી સન્માનિત છે.બીજેપીને ખુશ કરવા માટે આવું ટ્વિટ કરીને મહિલાનું અપમાન કર્યું છે.વિવેક ઓબરોય ઉપર કેસ નહીં નોંધાય તો જનતા તેનો જવાબ આપશે.
શું છે ઘટના
એક્ઝિટ પોલ આવ્યા પછી એક મીમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણ તસવીર છે. એક તસવીરામં ઐશ્વર્યા રાય સલમાન ખાન સાથે જોવા મળે છે. એકમાં વિવેક સાથે અને એકમાં તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે. સલમાન વાળી તસવીરમાં ઓપીનિયન પોલ, વિવેક વાળી તસવીરમાં એક્ઝિટ પોલ અને અભિષેક વાળી તસવીરમાં રિઝલ્ટ લખેલું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર