નેશનલ એવોર્ડ વિનર ફિલ્મનાં 'હિરો' VEERA SATHIDARનું 61 વર્ષે કોરોનાથી નિધન

વિરા સાથીદારનું કોરોનાથી નિધન

આપને જણાવી દઇએ કે, સાથીદારને વર્ષ 1015માં આવેલી ફિલ્મ 'કોર્ટ' માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મ ઓસ્કર માટે પણ નોમિનેટ થઇ હતી. વીરાની આફિલ્મમાં ક બાગી કાર્યકર્તાનું કિરદાર અદા કર્યું હતું. તેમની એક્ટિંગનાં ભરપેટ વખાણ થયા હતાં. અને સાથે જ વીરા સાથીદરને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાષ્ટ્રીય એવોર્ડ વિનર ફિલ્મ 'કોર્ટ' (Court)માં મહત્વનો રોલ અદા કરનારા લેખક, સિંગર અને એક્ટર વીરા સાથીદાર (Veera Sathidar)નું નિધન થઇ ગયુ છે. એક્ટરે નાગપુરની એમ્સ હોસ્પિટલમાં સોમવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો. તે કોવિડ 19 (Covid 19 Positive) પોઝિટિવ હતાં. અને હોસ્પિટલમાં તેમનું ઇલાજ ચાલતું હતું. ગત અઠવાડિયે વીરાને કોરોના થયાની જાણ થઇ હતી. આ સમયે તેમની પરિસ્થિતિ વધુ ખરાબ થઇ (Veera Sathidar Passes Away) અને આખરે એક્ટરનું નિધન થઇ ગયું હતું.

  તેમનાં નિધન બાદ ફિલ્મમેકર નીલેશ અંબેડકરે ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'એક લેખક, કવિ, વિચારક, સમાજિક કાર્યકર્તા, વિદ્રોહીનાં સંપાદક અને રાષ્ટ્રીય એવોર્ડ વિનર વીરા શાથીદારનું નિધન થઇ ગયુ છે.'

  આપને જણાવી દઇએ કે, સાથીદારને વર્ષ 1015માં આવેલી ફિલ્મ 'કોર્ટ' માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મ ઓસ્કર માટે પણ નોમિનેટ થઇ હતી. વીરાની આફિલ્મમાં ક બાગી કાર્યકર્તાનું કિરદાર અદા કર્યું હતું. તેમની એક્ટિંગનાં ભરપેટ વખાણ થયા હતાં. અને સાથે જ વીરા સાથીદરને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.  વીરાએ કળા, સાહિત્તય વિદ્રોહી આંદોલન અને એક્ટિંગ સહિત તમામ ક્ષેત્રમાં તેમનું નામ રોશન કર્યું હતું. વીરાનો જન્મ નાગપુરમાં 1960માં થયો હતો. નાગપુરમાં જન્મેલા એક્ટરે તેમનાં શરૂઆથનાં જીવન એક ગોવાળીયા તરીકે વિતાવ્યું. તેમનું બાળપણ નાગપુરનાં જોગીનગરની ઝૂપડપટ્ટીમાં વિત્યું. કહેવાય છે કે વિરાને લોક કળા અને સંગીતમાં ખુબજ રુચિ હતી. તે બાદ તેઓ ચિત્રકલા અને મૂર્તિકલા છોડી સાહિત્યનાં વિભિન્ન રુપનાં પ્રદર્શનમાં રસ લેવા લાગ્યાં.

  તેમણે દલિત અને સમાજનાં કચડાયેલાં વર્ગનાં ઉત્થાન માટે ઘણાં ગીતો લખ્યાં તે ડો. બાબા સાહેબ આંબેડકરની વિચારધારાથી ખુબજ પ્રભાવિત હતાં.
  Published by:Margi Pandya
  First published: