Home /News /entertainment /

નસીરુદ્દી શાહે કહ્યું, 'મુઘલો રેફ્યુજી હતા...' ટ્રોલર્સે કહ્યું, 'જેને શરણ આપી તેને જ લૂંટી લીધા'

નસીરુદ્દી શાહે કહ્યું, 'મુઘલો રેફ્યુજી હતા...' ટ્રોલર્સે કહ્યું, 'જેને શરણ આપી તેને જ લૂંટી લીધા'

નસીરુદ્દીન શાહે કહ્યું કે મુઘલો આને પોતાનું વતન બનાવવા અહીં આવ્યા હતા

Naseeruddin Shah: મુઘલોએ સંગીત, નૃત્ય અને પેન્ટિંગની પરંપરા આપી છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલાં ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે આ વાત કહી. નસીરુદ્દીન શાહનાં નિવેદન પર સોશિયલ મીડિયા પર લોકોનું અલગ અલગ રિએક્શન સામે આવ્યું છે.

  નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહ ઘણી વખત નિવેદનને કારણે ચર્ચામાં છે. એક ઇટરવ્યૂમાં તેને હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદ અંગે પુછવામાં આવેલાં સવાલનાં જવાબમાં કહ્યું કે, ગૃહ યુદ્ધ માટે અપીલ કરી રહી છે. નસીરુદ્દીન શાહે કહ્યું કે, આપણાં માથી 20 કરોડ લોકો એટલી સહેલાઇથી નષ્ટ નથી થવાનાં. નસીરુદ્ધીન શાહે કહ્યું કે, મુસલમાનોની વચ્ચે ડર પેદા કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અમે 20 કરોડ લોકો અહીંનાં છે અને હું એ વાત માટે નિશ્ચિત છુ કે, જો કોઇ અભિયાન શરૂ થયા છે તો તેનો ભારે વિરોધ થશે અને લોકોનો ગુસ્સો તુટી પડશે.

  આ પણ વાંચો-Shehnaaz Gill: આસિમ રિયાઝે કર્યો શહનાઝ પર કટાક્ષ, ટ્રોલર્સે કહ્યું- SHAME ON ASHIM RIYAZ

  નસીરુદ્દીન શાહે મુઘલોનાં અત્યાચારને જુઠ્ઠા ગણાવતા તેણે રેફ્યૂઝી ગણાવી હતી. સાથે જ  તેણે કહ્યું કે, મુઘલો આને પોતાનું વતન બનાવવા અહીં આવ્યા હતા નસીદ્દીન શાહે મુઘલનાં વખાણ કરતાં કહ્યું કે, મુઘલોએ આ દેશમાં ખુબજ યોગદાન રહ્યું છે. મુઘલોએ દેશમાં કોઇ ઐતિહાસિક સ્મારક અને ગૌરવશાળી ઇતિહાસ આપ્યો છે. મુઘલોએ સંગીત, નૃત્ય અને પેન્ટિંગની પરંપરા આપી છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલાં ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે આ વાત કહી. નસીરુદ્દીન શાહનાં નિવેદન પર સોશિયલ મીડિયા પર લોકોનું અલગ અલગ રિએક્શન સામે આવ્યું છે.  નીલમ શર્મા નામની યૂઝરે ટ્વિટર પર લખ્યું છે. કે પહેલાં રેફ્યુજી બની આવ્યાં અને જે અહીં હતા તેમને જ રેફ્યુજી બનાવી દીધા. એક બીજી એક યઝર નમિતાએ લખ્યું છે કે, હમણાં જ નસીરુદ્દીન શાહનો ઇન્ટરવ્યૂં જોયો, તેમનાં ગુસ્સાને મહેસૂસ કર્યો, 'યુદ્ધ વગર જશે નહીં' વાળી ભાવના 2014 પહેલાં, તેણે ફક્ત એક અભિનેતાનાં રૂપમાં જ વિચાર્યું. પોતાનાં ધર્મ પર ધ્યાન જ નહોતું આપ્યું. અન્ય એક યૂઝર અમનપ્રીત તોહરાએ લખ્યું કે, મુધલે ભારતની વાસ્તુકલામાં યોગદાન આપ્યું જેને કારણે આપણું ટૂરિઝમ સેક્ટર ઉભુ થયુ છે.  અબ્દુલ કાદિરે લખ્યું કે, નસીરુદ્દીન શાહને તેની ટિપ્પણીઓ માટે કેમ દોષી માનવામાં આવે છે. શું મુસલમાનોને કોઇ ડર કે અપરાધબોધને જાહેરમાં રસ્તા પર નિશાન નથી બનાવવામાં આવતાં જ્યાં નિલેશ દુબે નામનાં એક યૂઝરે કબીર ખાનનાં નિવેદનને દર્શાવ્યું હતું.

  આ પણ વાંચો-ઉર્ફી જાવેદે શેર કરી તેની Bold Pics, પછી કહ્યું- 'ઘણી વખત આવ્યો આત્મહત્યાનો ખ્યાલ'

  રાધારમણ દાસ એક બીજા યૂઝરે એક વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, મુઘલોનું અફઘાનિસ્તાનમાં સંગીતમાં યોગદાન જોઇ શકાય છે. કારણ કે, તેમણે ભારતમાં સંગીતમાં યોગદાન આપ્યું હતું.  બોલિવૂડનાં ડિરેક્ટર કબીર ખાનનું એક નિવેદન પણ થોડા મહિના પહેલાં ચર્ચામાં હતું જ્યારે એક ઇન્ટરવ્યૂમાં મુઘલોને અસલી રાષ્ટ્ર નિર્માતા તેણે ગણાવ્યા હતાં. સાથે જ મુઘલોને હત્યારા ગણાવતા નારાજગી દર્શાવી હતી. કબીર ખાનનાં આ જવાબ પર ગીતકાર મનોજ મુંતશિરનો એક વીડિયો ટ્વિટ કરી મુઘલ સમ્રાટોની સરખામણી ડાકુઓ સાથે કરી હતી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Mughal refugees, Mughals statment, Naseeruddin shah, Online Backlash

  આગામી સમાચાર