Home /News /entertainment /

નસીરુદ્દીન શાહને થયો ન્યુમોનિયા, મુંબઈનાં હૉસ્પિટલમાં છે દાખલ

નસીરુદ્દીન શાહને થયો ન્યુમોનિયા, મુંબઈનાં હૉસ્પિટલમાં છે દાખલ

ફાઇલ તસવીર

વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો, તુષાર કપૂરની આગામી ફિલ્મ 'મારીચ'માં (Maarrich) નસરૂદ્દીન શાહ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

    મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહને (Naseeruddin Shah) ન્યુમોનિયા (pneumonia) થયો છે. છેલ્લા બે દિવસથી તેમને મુંબઇની ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેમની પત્ની રત્ના પાઠક શાહ અને બાળકો તેમની સાથે હોસ્પિટલમાં છે. મળતી માહિતી પ્રમાણે, અભિનેતા સારવારમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેમના મેનેજરે માહિતી આપી છે કે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હતા. હવે તે સારવાર લઈ રહ્યા છે અને અસર પણ થઇ રહી છે.

    નસીરુદ્દીન શાહની મોતની અફવા ઉડી હતી

    આપને જણાવી દઈએ કે, આજે સવારે મંદિરા બેદીના પતિ રાજ કૌશલના મોતના સમાચારને કારણે બોલિવૂડ શોકમાં છે. આ સમાચારો બાદ નસીરુદ્દીન શાહના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઉડવા લાગ્યા હતા. જોકે, અભિનેતા ઠીક છે અને હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી રહ્યા છે.

    Photos: મંદિરા બેદીના પતિ રાજ કૌશલનાં અંતિમ સંસ્કારમાં પહોંચ્યા બોલિવુડ સેલેબ્લ

    આજે દિલીપકુમારને પણ કરાયા છે દાખલ

    અભિનેતા નસીરુદ્દીન શાહ પહેલા દિલીપકુમારને પણ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિન્દુજા હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, 6 જૂને પણ દિલીપ કુમારજીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અભિનેતાને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક પરેશાનીઓ થતાં તેમને ત્યારે પણ મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

    ભારત બાયોટેકને લાગ્યો કરોડો ડોલરનો ઝટકો! વેક્સીન ડીલ પર રોક લગાવશે બ્રાઝીલ, જાણો કારણ

    વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો, તુષાર કપૂરની આગામી ફિલ્મ 'મારીચ'માં (Maarrich) નસરૂદ્દીન શાહ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. તુષાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ લાથેર કરશે. તુષારે ટ્વિટર દ્વારા ફિલ્મ વિશે જણાવ્યું હતું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Naseeruddin shah, Pneumonia, બોલીવુડ, મુંબઇ

    આગામી સમાચાર