એવુ તે શું થયું કે આ એક્ટ્રેસે ફિલ્મનું પ્રમોશન જ છોડી દીધુ?

સામાન્ય વાતને લઇને આ એક્ટ્રેસે છોડી દીધુ પોતાની ફિલ્મનું પ્રમોશન

નરગિસ ફખરી હવે લાંબા સમય બાદ બોલિવૂડમાં પરત ફરી રહી છે.

 • Share this:
  નરગિસ ફખરી લાંબા સમય બાદ બોલિવૂડ પરત ફરી રહી છે. તે ટૂંક સમયમાં ભુષણ પટેલની આગામી ફિલ્મ 'અમાવસ' માં જોવા મળશે. નરગિસ ફખરીની વિરુદ્ધમાં સચિન જોશી આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની આખી ટીમ ખૂબ પ્રમોશન કરી રહી છે, પરંતુ નરગિસે ​​તેની ફિલ્મનું પ્રમોશન છોડી દીધુ અને મધ્યમાં જ પ્રમોશન છોડી અમેરિકા રવાના થઇ ગઇ. પરંતુ આનું કારણ જાણીને તમને આઘાત લાગશે.

  નરગિસે મધ્યમાં છોડી દીધુ પ્રમોશન

  નરગિસ ફખરીએ તેમની આવનારી ફિલ્મ 'અમાવસ' ના પ્રમોશન છોડી દીધુ અને અમેરિકા ચાલી ગઇ. પરંતુ તેનું કારણ તેનો બોયફ્રેન્ડ અને અમેરિકન ડિરેક્ટર મેટ એલોન્ઝો છે. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર આવી રહ્યાં છે કે હવે નરગિસ અને તેના બોયફ્રેન્ડ મેટ વચ્ચે કંઈક સારુ ચાલી રહ્યું નથી. આ કારણે નરગિસ ખૂબ અસ્વસ્થ અને પરેશાન છે. ફિલ્મના નિર્માતાઓએ પણ નરગિસને જવાબદાર ગણાવી છે.

  આ પણ વાંચો: 'પૈસા યે પૈસા' સોંગ પર માધુરીની 'ટોટલ ધમાલ', અજય-અનિલ થયા ઘાયલ  નખરા બતાવતી નજર આવી નરગિસ ફખરી

  પ્રોડક્શન હાઉસના નજીકના સ્પોટબોયએ જણાવ્યું હતું કે, "શરુઆતના દિવસેમાં પ્રમોશન ખૂબ જ સારુ રીતે થયું પરંતુ ત્યારબાદ તેણીએ અનેક નખરા બતાવવાનું શરૂ કર્યું. તેમણે વચન આપ્યું હતું કે તે સિટી ટૂર અને ફિલ્મની દરેક વસ્તુનો ભાગ બનશે જે ફિલ્મ માટે લાઇનઅપ કરવામાં આવ્યાં છે. પરંતુ તેના માટે તે પરત ફરી નહીં. આ ફિલ્મના મેકર્સ કોઇપણ શો માં જઇને તેમની ફિલ્મને પ્રમોટ કરી શક્યા નથી. નરગિસની ગેરહાજરીમાં હવે કેટલાક ટીવી સિતારાઓ આ ફિલ્મના પ્રમોશન માટે આગળ આવી રહ્યાં છે.
  Published by:Bhoomi Koyani
  First published: