જ્યારે નરેશ કનોડિયાએ મોટા ભાઇ સાથે ગાયું હતું , 'તેરે બીના ભી ક્યા જીના...'

ભાઇ સાથે ઓ સાથી રે તેરે બીના ભી ક્યા જીના... ગાતા નરેશ કનોડિયા

આજે મોટા ભાઇ મહેશ કનોડિયાની વિદાયનાં અડતાલિસ કલાકની અંદર જ નાના ભાઇ નરેશ કનોડિયા પણ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે તો સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાનું નિધન થઇ ગયુ છે ત્યારે વ્હોટ્સએપ પર તેમનો તેમનાં ભાઇ મહેશ કનોડિયા સાથેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નરેશ કનોડિયા તેમનાં મોટા ભાઇ મહેશ કનોડિયાની એકદમ નજીક બેઠેલા છે. આ સમયે મહેશ ભટ્ટ પથારીવસ હતાં તેમને લકવો થઇ ગયો હતો. ત્યારે નાના ભાઇએ મોટા ભાઇની સાથે ઓ સાથી રે તેરે બીના ભી ક્યા જીના.. ગીત ગાયું હતું.

  આજે મોટા ભાઇ મહેશ કનોડિયાની વિદાયનાં અડતાલિસ કલાકની અંદર જ નાના ભાઇ નરેશ કનોડિયા પણ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે તો સોશિયલ મીડિયામાં આ વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. આ બંને ભાઇઓને રામ લક્ષમણની જોડીની જેમ ગણવામાં આવતા હતાં. આ વીડિયો જોઇને તમને પણ બંને ભાઇઓ વચ્ચેનો અપાર પ્રેમ નજર આવશે.  હિતેન કુમારે દુખ વ્યક્ત કર્યું- આ અંગે ગુજરાતી ફિલ્મનાં અભિનેતા હિતેન કુમારે જણાવ્યું કે, આ ક્ષણ ઘણી આઘાતની છે સાથે આશ્ચર્યની પણ છે કે, આખી જિંદગી જેણે રામ લક્ષ્મણની જોડી તરીકે કામ કર્ચું, સંઘર્ષના દિવસોથી આ બંન્ને ભાઇઓ સાથેને સાથે રહ્યાં. મહેશભાઇના નિધન બાદ નરેશભાઇનાં નિધનનાં સમાચાર મળે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે, કમાલનો પ્રેમ છે.

  ગુજરાતનાં સૌથી મોટા એન્ટરટેઇનર આપણે આમને કહી શકીએ. આપણે બે મોટા નામો ખોયા છે, આ વર્ષ 2020નાં મળેલા સૌથી દુખદ સમાચાર છે આ. હું આ પરિવારને ઘણી અંગત રીતે જાણુ છું, માત્ર 48 કલાકમાં ઘરના બે મોભીને ખોયા છે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે એવી જ પ્રાર્થના છે.

  આ પણ વાંચો- મહેશ-નરેશ 'રામ લક્ષ્મણ'ની જેમ સાથે રહ્યા,નિધન પણ સાથે થયું, કમાલનો પ્રેમ : હિતેન કુમાર

  આપને જણાવી દઇએ કે, રસ્તા પર સંગીત આપીને કરિઅરની શરૂઆત કરનાર મહેશ અને નરેશની જોડી દુનિયાભરમાં પ્રખ્યાત થઇ હતી. તેમનાં કામ જાણીતા બનેલાં 150થી વધુ ફિલ્મમાં મહેશ-નરેશની જોડીએ સંગીત આપ્યું છે. 1980થી 1990નાં દાયકા વચ્ચે તેમનો દાયકો હતો. તેમને ફિલ્મ 'જોગ સંજોગ' માટે શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
  Published by:Margi Pandya
  First published: