મહેશ-નરેશની જોડીની વિદાય, 50 વર્ષ સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પર કર્યુ રાજ

નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર બની ગયા હતા. તેમની ફિલ્મો જોવા આવતા લોકો તેમના એક એક સીન પર સીટ વગાડતા. તેમનો અભિનય એટલો જોરદાર હતો અને તેમની ડાયલોગ ડિલિવરી એટલે પાવરફૂલ હતી કે તે તમને એક મિનિટ હસાવી કે રડાવી શકે છે. તેમની આવી જ કેટલીક વાતોએ ગુજરાત અને ગુજરાતની બહાર પણ તેમની એક મોટી ફેન ક્લબ ઊભી કરી હતી.

77 વર્ષની ઉંમરે નરેશ કનોડિયાનું કોરોનાને કારણે નિધન થઇ ગયુ છે જ્યારે બે દિવસ પહેલાં જ એટલે કે 25 ઓક્ટોબરનાં રોજ તેમનાં મોટા ભાઇ મહેશ કનોડિયાએ લકવાગ્રસ્ત હોવાને કારણે આ દુનિયા છોડી છે

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મહેસાણા જીલ્લાનાં નાનકડાં કનોડા ગામમાંથી આવેલાં મહેશ કનોડીયા અને નરેશ કનોડીયાની જોડી હવે આપણી વચ્ચે રહી નથી. આ જોડીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર 50 વર્ષથી વધુ સમય સુધી રાજ કર્યું છે. એટલું જ નહીં આ 50 વર્ષમાં તેમણે હજારો ગીતો કોમ્પોઝ કર્યા અને સાથે જ ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી. નરેશ કનોડિયાએ 72થી વધુ હિરોઇનો સાથે કામ કર્યું. તેમને 1974માં શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો હતો. તેઓ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

  રસ્તા પર સંગીત આપીને શરૂઆત કરનાર મહેશ અને નરેશની જોડી દુનિયાભરમાં પ્રખ્યાત થઇ હતી. તેમનાં કામ જાણીતા બનેલાં 150થી વધુ ફિલ્મમાં મહેશ-નરેશની જોડીએ સંગીત આપ્યું છે. 1980થી 1990નાં દાયકા વચ્ચે તેમનો દાયકો હતો. તેમને ફિલ્મ 'જોગ સંજોગ' માટે શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

  સંગીત, ફિલ્મમાં એક્ટિંગ તમામ ક્ષેત્રે તેઓ કાર્યરત હતાં એટલું જ નહીં તેમણે રાજકારણમાં પણ આ સમયમાં ઝંપલાવ્યું હતું. તેઓએ તેમનાં ગામ માટે પણ ઘણાં કામ કર્યા છે. ગામમાં શાળામાં લેબથી માંડી કોમ્પ્યુટર રૂમ હોય કે, ગામમાં હોસ્પિટલ બનાવવાની હોય કે પછી ગામનાં મંદીરનાં બાંધકામનું કામ કરવાનું હોય તમામમાં નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા મદદ કરતા હતાં.

  નરેશ કનોડિયા અને મહેશ કનોડિાયની રામ લક્ષ્મણની જોડી


  77 વર્ષની ઉંમરે નરેશ કનોડિયાનું કોરોનાને કારણે નિધન થઇ ગયુ છે જ્યારે બે દિવસ પહેલાં જ એટલે કે 25 ઓક્ટોબરનાં રોજ તેમનાં મોટા ભાઇ મહેશ કનોડિયાએ લકવાગ્રસ્ત હોવાને કારણે આ દુનિયા છોડી છે.

  આ પણ વાંચો- ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, બે દિવસ પહેલા જ મોટાભાઇનું થયુ હતુ અવસાન

  દીકરા હિતુ કનોડિયા અને CM રૂપાણીએ ટ્વિટ કરી જતાવ્યો શોક

  નરેશ કનોડિયાનાં દીકરા હિતુ કનોડિયાએ ટ્વિટ કરીને પિતાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને લખ્યુ છે કે, મહેશ-નરેશ કરનોડિયા ભાઇઓ 'રામ લક્ષ્મણ'ની જેમ આખી જિંદગી સાથે રહ્યાં . તો ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે
  Published by:Margi Pandya
  First published: