દેશને ખાડામાંથી બહાર લાવવા માટે 5 વર્ષ બહુ ઓછા, મોદી ફરી બને PM: કંગના

 • Share this:
  નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર્સ કંગના રનૌતે એકવાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે પીએમ મોદીને ભારતના સૌથી તાકાતવર નેતા જણાવ્યા છે. કંગનાએ કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની જીત થવી જોઈએ. કારણ કે, દેશને ખાડામાંથી બહાર લાવવા માટે 5 વર્ષ ઘણા ઓછા કહેવાય.

  બોલીવુડની ક્વીન કંગના રનૌતે મુંબઈમાં પીએમ મોદીની બાળપણ પર બનેલી શોર્ટ ફિલ્મ 'ચલો જીતે હૈ'ના પ્રીમિયર વખતે આ વાત કહી. કંગનાએ કહ્યું કે, પીએમ મોદી લોકતંત્રના સૌથી યોગ્ય અને સારા નેતા છે. તે આ પદ પર વારસામાં મળેલી રાજનીતિથી નહી, પરંતુ પોતાની સખત મહેનતના કારણે પહોંચ્યા છે. મોદીએ દેશને વિકાસના રસ્તા પર લાવી ભારતનું દુનિયામાં નામ રોશન કર્યું છે.

  અગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની દાવેદારી પર કંગનાનું કહેવું છે કે, નિશ્ચિત અગામી વર્ષે ચૂંટણીમાં તેમણે સત્તા પર આવવું જોઈએ, કારણ કે, 5 વર્ષનો સમય દેશને ખાડામાંથી બહાર લાવી વિકાસના પાટા પર ચઢાવવા ઘણો ઓછો કહેવાય. તેમણે કહ્યું કે, જો દેશને એક વિકસીત રાષ્ટ્ર તરીકે જોવું હોય તો, નરેન્દ્ર મોદીને અગામી પાંચ વર્ષ ફરી સત્તા પર લાવવા પડશે.

  કંગના રનૌતે પીએમ મોદીના બાળપણ પર બનેલી શોર્ટ ફિલ્મ 'ચોલો જીતે હૈ'ના જબરદસ્ત વખાણ કર્યા. તેમણે કહ્યું કે, આ ફિલ્મ તેમના સંઘર્ષની ગાથા દેખાડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દેશને ગ્લોબલ લેવલ પર લાવવા માટે ઘણી મહેનત કરી છે. નિશ્ચિત આ ફિલ્મ નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ કરશે. 'ચલો જીતે હૈ' ફિલ્મ 29 જુલાઈ એટલે કે રવિવારે રિલીઝ થઈ રહી છે. મંગેશ હદાવલે નિર્દેશિત શોર્ટ ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાળપણના સંઘર્ષની કહાની દેખાડવામાં આવી છે.

  કંગના રનૌત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફેન છે. આ વાતનો ખુલાસો કંગનાએ ખુદ ન્યૂઝ18ના પ્રોગ્રામ રાઈઝિંગ ઈન્ડીયા સમિટમાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું મોદીની મોટી ફેન છું. હું વધારે પેપર નથી વાંચતી. પરંતુ તે એક સક્સેસ સ્ટોરી છે, એક સામાન્ય માણસની મહત્વકાંક્ષા, એક ચા વાળા આજે દેશના પીએમ છે. આ તેમની નહી દેશના લોકતંત્રની જીત છે. દુનિયા પરફેક્ટ ન હોઈ શકે, પરંતુ આપણે તેને બેલેન્સ બનાવી શકીએ છીએ.

  આ પહેલા પણ કંગના પીએમ મોદીના વખાણ કરી ચુકી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી હતી. આ મુલાકાત બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કંગના રાજનીતિમાં આવી શકે છે.
  Published by:kiran mehta
  First published: