NCBએ રિયા ચક્રવર્તી સામે દાખલ કર્યો કેસ, ડ્રગ્સ માફિયાઓ સાથે સંબંધની થશે તપાસ

NCBએ રિયા ચક્રવર્તી સામે દાખલ કર્યો કેસ, ડ્રગ્સ માફિયાઓ સાથે સંબંધની થશે તપાસ
NCBએ રિયા ચક્રવર્તી સામે દાખલ કર્યો કેસ, ડ્રગ્સ માફિયાઓ સાથે સંબંધની થશે તપાસ

સુશાંતના ઘરે આવનાર ઘણા લોકોનો સંબંધ ડ્રગ્સ માફિયાઓ સાથે પણ રહ્યો છે

  • Share this:
    મુંબઈ : દિવંગત ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સંદિગ્ધ મોતના મામલે એક નવો એંગલ આવ્યો છે. આ મામલાની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ એક એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ રિયા ચક્રવર્તી અને અન્ય સાત લોકો સામે આપરાધિક મામલો નોંધ્યો છે.

    EDની ટીમને આ મામલાની તપાસ કરવા દરમિયાન ઘણી મહત્વપૂર્ણ જાણકારી મળી હતી. સુશાંતના ઘરે આવનાર ઘણા લોકોનો સંબંધ ડ્રગ્સ માફિયાઓ સાથે પણ રહ્યો છે. આ સાથે દુબઈથી લઈને મુંબઈની અંદર ઘણા સક્રિય રહેતા માફિયાઓના કનેક્શન સામે આવ્યા પછી આ મામલાની તપાસ માટે ઇડીએ એનસીબીને પત્ર પણ લખ્યો છે. આ મામલાની ગંભીરતા જોતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.



    આ પણ વાંચો - KKRના આક્રમક બેટ્સમેનની પત્ની છે ઇંટીરિયર ડિઝાઈનર, કોહલીની છે મોટી પ્રશંસક

    નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી, શ્રુતિ મોદી તેની સાથે પૂણેમાં રહેતા ગૌરવ આર્યા સહિત ઘણા એવા સંદિગ્ધ અજાણ્યા આરોપીઓ સામે કેસ નોધ્યો છે. ઇડીના સૂત્રોના મતે આરોપી ગૌરવ આર્યા પૂણેમાં રહે છે પણ ગોવામાં તેનો ઘણા મોટા સ્તરે ડ્રગ્સ માફિયાઓની જાળ છે. આ મામલે વિસ્તારથી એનસીબીની ટીમ તપાસ કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની દિલ્હી યુનિટે આ મામલે તપાસ શરૂ કરી છે. એનસીબીના મતે આ મામલામાં NDPS એક્ટમાં કલમ 20 , 22, 27 , 28 , 29 અંતર્ગત કેસ કરવામાં આવ્યો છે. અજાણ્યા આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:August 26, 2020, 22:33 pm