અભિષેક અને અમિતાભ બચ્ચનની તબિયતને લઇને આવી મોટી ખબર

અભિષેક અને અમિતાભ બચ્ચનની તબિયતને લઇને આવી મોટી ખબર
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો ફાઇલ ફોટો

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હાલત સ્થિર છે. વધારે ખતરા વાળી ઉંમરના કારણે અમે અમિતાભજીના ઉપચાર દરમિયાન ખાસ વાતોનું ધ્યાન રાખીએ છીએ.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: હાલ આખા દેશમાં જ્યાં કોરોનાનો કેર વરસી રહ્યો છે આખા દેશનાં ચહિતા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનાં પરિવારને પણ કોરોના ચોટી ગયો છે ત્યારે લોકો બચ્ચન પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. દુનિયાભરમાં લોકો અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. હવે નાણાવટી હોસ્પિટલે તેમનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે અને અમિતાભ તેમજ અભિષેક બચ્ચનના સ્વાસ્થ્યની જાણકારી આપી છે.

  ડૉક્ટર અબદુલ સમદ અંસારી જે હાલમાં નાણાવટી હોસ્પિલમાં ક્રિટિકલ કેરનાં હેડ છે તેમણે કહ્યું છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હાલત સ્થિર છે.  વધારે ખતરા વાળી ઉંમરના કારણે અમે અમિતાભજીના ઉપચાર દરમિયાન ખાસ વાતોનું ધ્યાન રાખીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, લાગે છે બધુ બરાબર છે. તેમની ટ્રીટમેન્ટ બરાબર ચાલી રહી છે. સીનિયર એક્ટરની હાલત હવે સ્થિર છે હાલમાં તેમનાં લક્ષણ ઘણાં જ સામાન્ય છે તેમનાં બધા જ અંગ ભૂખ ઠીક છે એમ જ અભિષેક પણ ઠીક છે.

  તેમણે અનુમાન લગાવ્યું છે કે, આ કદાચ પાંચમો દિવસ છે જ્યારે અમિતાભ બચ્ચનને લક્ષણ દેખાઇ રહ્યાં છે. કોવિડનાં દર્દઓમાં સૌથી વધુ અસર 10માં કે 12માં દિવસે જોવા મળે છે પણ આ બધામાં એક સરખુ હોતુ નથી. ઘણાં લોકોનાં લક્ષણ હલકા જ રહે છે. ડોક્ટર દ્વારા આફવામાં આવેલી માહિતી મુજબ અમિતાભ અને અભિષેકની સ્થિતિ હાલમાં ઠિક છે. તેમજઆવનારા દિવસોમાં તેમની હાલતમાં સુધારો થાય તે માટે લોકો દુઆઓ કરી રહ્યાં છે.

  જ્યારે બીએમસી પશ્ચિમ વોર્ડે પુષ્ટિ કરી કે પરિવારનું કોઇ અન્ય સદસ્ય વર્તમાનમાં હોસ્પિટલ જઇ રહ્યું નથી. અમે તેમને ઘરે જ ક્વોરન્ટાઇન માટે સલાહ આપીએ છીએ તેની સાથે બીએમસીએ 54 લોકોની સ્ક્રીનિંગ કરી, જે બચ્ચન પરિવારના નજીકના સંપર્કમાં છે. 26 વ્યક્તિઓનાં રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે જે આજ બપોર સુધી આવી જશે.

  આ પણ વાંચો- અનુપમ ખેરે આપી માતાનાં સ્વાસ્થ્યની જાણકારી, વીડિયો શેર કરી ફેન્સ સાથે કરી વાત

  જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનને હળવો તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવાર સાંજે મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર તેમના ફેન્સ માટે ટ્વિટ કરી હતી. તેમણે એક મેસેજ લખ્યો હતો જેમા તેમણે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ટ્વિટ વાંચીને ફેન્સ ઘણા ભાવુક થયા સાથે જ મહાનાયકની તબિયત હાલ પહેલા કરતા સારી છે.
  Published by:Margi Pandya
  First published:July 13, 2020, 12:05 pm