Home /News /entertainment /

B'day : નમ્રતા શિરોડકર એક સમયે બોલીવુડની ટોચની અભિનેત્રી હતી, આજે ફિલ્મોથી દૂર જીવે છે આવી લાઈફ

B'day : નમ્રતા શિરોડકર એક સમયે બોલીવુડની ટોચની અભિનેત્રી હતી, આજે ફિલ્મોથી દૂર જીવે છે આવી લાઈફ

નમ્રતા શિરોડકર જન્મદિવસ

Namrata Shirodkar Birthday : નમ્રતા (Namrata Shirodkar) એ તેના સમયમાં એકથી એક ચડિયાતી ફિલ્મો (Films)માં કામ કર્યું હતું. એકદમ પતલી અને સુંદર તેમજ નાજુક નમ્રતાએ સૌકોઈના દિલ જીત્યા હતા. મોડેલીંગથી પોતાની કારકિર્દી (Career)ની શરૂઆત કરનાર નમ્રતાએ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ (Acting)નો જાદુ ચલાવ્યો હતો.

વધુ જુઓ ...
    Namrata Shirodkar Birthday : 90ના દાયકાની પ્રખ્યાત મોડલ (Model), મિસ ઇન્ડિયા (Miss India) અને બૉલીવુડ અભિનેત્રી (Bollywood Actress) નમ્રતા શિરોડકર (Namrata Shirodkar)નો જન્મ 22 જાન્યુઆરી, 1972ના રોજ મુંબઈ (Mumbai)માં થયો હતો. આ વર્ષે નમ્રતા તેનો 50મો જન્મદિવસ (Birthday) ઉજવી રહી છે. નમ્રતાએ તેના સમયમાં એકથી એક ચડિયાતી ફિલ્મો (Films)માં કામ કર્યું હતું. એકદમ પતલી અને સુંદર તેમજ નાજુક નમ્રતાએ સૌકોઈના દિલ જીત્યા હતા. મોડેલીંગથી પોતાની કારકિર્દી (Career)ની શરૂઆત કરનાર નમ્રતાએ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ (Acting)નો જાદુ ચલાવ્યો હતો.

    એક્ટ્રેસ નમ્રતા શિરોડકરે વર્ષ 1993માં ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં નમ્રતા સાથે સલમાન ખાન અને ટ્વિંકલ ખન્ના જોવા મળ્યા હતા. જોકે, નમ્રતાની પ્રથમ ફિલ્મ ખાસ કમાલ બતાવી શકી નહીં અને ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. નમ્રતાની પ્રથમ ફિલ્મ ફ્લોપ ગઈ હોવા છતાં તેની પાસે કામની અછત ન હતી અને તેને સતત ઓફર આવતી રહી. પ્રથમ ફિલ્મ પછી નમ્રતાએ તેલુગુ ફિલ્મ વંશી સાઈન કરી. જેમાં તેની સાથે એક્ટર મહેશ બાબુ લીડ રોલમાં હતો. જે ફિલ્મ મહેશ બાબુની પહેલી ફિલ્મ હતી.

    વંશી એ જ ફિલ્મ હતી જેના શૂટિંગ દરમિયાન નમ્રતા દક્ષિણ ભારતીય ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુને મળી હતી. પહેલી જ મુલાકાતમાં બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. જે બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા અને લગ્ન બાદ નમ્રતાએ પોતાની બોલીઉડ કારકિર્દીને અલવિદા કહી દીધું.

    નમ્રતા અને મહેશ બાબુની લવ સ્ટોરી વિષે વાત કરીએ તો વર્ષ 2000માં આવેલી ફિલ્મ વંશીના શૂટિંગ સમયે બંને એકબીજાને મળ્યા હતા. બંનેની સાથે આ પહેલી જ ફિલ્મ પછી બંને વચ્ચે નિકટતા વધવા લાગી. ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યાં સુધીમાં બંને એકબીજાને ખુબ પસંદ કરવા લાગ્યા હતા. નમ્રતા અને મહેશ બાબુએ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 10 ફેબ્રુઆરી 2005ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નમ્રતા ફિલ્મોથી દૂર થઈ પોતાનું ગૃહસ્થ જીવન અને બે બાળકોને સંભાળી રહી છે.

    નમ્રતાની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની મુખ્ય ફિલ્મોમાં 'કચ્ચે ધાગે, વાસ્તવ, પુકાર, દિલ વિલ પ્યાર વ્યાર, વંશી, હીરો હિન્દુસ્તાની, આગાઝ, પ્રાણ જાયે પર શાન ના જાયે તેમજ અલબેલા ફિલ્મનો સમાવેશ થાય છે. નમ્રતા છેલ્લે વર્ષ 2004માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'અંજી'માં જોવા મળી હતી.

    આ પણ વાંચો - Gehraiyaan માં સિદ્ધાંત સાથે દીપિકાનો BOLD સીન જોયા બાદ રણવીર સિંહે કહ્યું, 'માય બેબી ગર્લ...'

    નમ્રતા ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય પરંતુ તે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. જેમાં તેની લક્ઝુરિયસ લાઈફની ઝલક પણ જોવા મળે છે. આ સાથે જ નમ્રતાના પહેલાના દેખાવમાં પણ વર્ષોથી ઘણો બદલાવ આવ્યો હોવાનું સ્પષ્ટ જણાય છે.ફિલ્મોથી દૂર નમ્રતા હવે પહેલા કરતા થોડી અલગ દેખાઈ રહી છે, પરંતુ સુંદરતાની બાબતમાં તે હજુ પણ ઘણી હિરોઈનોને માત આપે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    આગામી સમાચાર