એકતા કપૂર તેના સુપરહિટ શો નાગિનના ત્રીજો પાર્ટ 'નાગિન-3'ના કારણ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. શોના ફેન્સ પણ શો માટે એક નવી સીઝનની રાહ જોઈ રહ્યાં છે. શોનો પ્રોમો પહેલાથી જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રજત ટોકસ, કરિશ્મા તન્ના અને અનીતા હસનંદાનીનો લૂક સામે આવે છે. ત્યારે શોનો એક નવો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં નાગિનનો અભિનય નિભાવી રહેલી કરિશ્મા તન્ના પોતાના રૂપ બદલીને તેના પ્રેમીના મોતનો બદલો લેવાનું પ્રણ લઈ રહી છે. શોના પ્રોમોને કલર્સના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'ઈન્સાફ કી પ્યાસી, કઈ રૂપ બદલ કર કરેગી વાર!'
#Naagin3 coming soon.
આ વખતે પણ સુરભિ જ્યોતિના લૂકને રિવિલ કરવામાં નથી આવ્યો. જ્યારે શો ના પ્રોમોને જોઈને અત્યારથી જ આ કહાનીને ફિલ્મ 'નાગિન' અને 'જાની દુશ્મન' સાથે તુલના કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર 'નાગિન 3' 2 જૂનથી કલર્સ પર પ્રસારિત કરવામાં આવશે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર