Naagin 3 શોના ફેન્સ માટે ખરાબ સમાચાર, આ તારીખે બંધ થશે શો

News18 Gujarati
Updated: January 10, 2019, 4:19 PM IST
Naagin 3 શોના ફેન્સ માટે ખરાબ સમાચાર, આ તારીખે બંધ થશે શો
રિપોર્ટ અનુસાર આ શો ના છેલ્લા એપિસોડનું શૂટિંગ આ તારીખે ખત્મ થઇ જશે.

રિપોર્ટ અનુસાર આ શો ના છેલ્લા એપિસોડનું શૂટિંગ આ તારીખે ખત્મ થઇ જશે.

  • Share this:
ટીવીની સિરિયલ નંબર 1 નાગિન-3 માં વારંવાર ટ્વિસ્ટ આવ્યા કરે છે, જેનાથી પ્રેક્ષકોમાં એક્સાઇટમેન્ટ જોવા મળે છે. શો મા માહિરની યાદશકિત જવાનો ટ્રેક ચાલી રહ્યો છે ત્યા જ હવે એપિસોડમાં માહિરના નારજ હોવાનો ખુલાસો થવાનો છે. હાલમાં જ રિપોર્ટ સામે આવ્યો છે કે જલ્દી આ સીરિયલમાં મૃણાલ દેશરાજની એન્ટ્રી થશે. મૃણાણ આ પહેલા સ્ટાર પ્લસ સીરિયલ ઇશ્કબાજમાં નજર આવી ચુકી છે. મૃણાલ આ સીરિયલમાં રોહિનીની ભૂમિકા ભજવશે, જે એક નાગિન છે. રોહિની નાગિનના રુપમાં ત્યારે આવશે જ્યારે તે કોઇને મારી નાખશે.. અહેવાલ અનુસાર, આ શ્રેણીમાં એક નવા પરિવારને રજૂ કરવામાં આવશે, આ શ્રેણીમાં મૃણાલ સાથે ચાર વધુ કાસ્ટની એન્ટ્રી થશે. આ યાદીમાં ખુશવંત વાલીયા, સંગીતા ચૌહાણ, માલા સાલરિયા અને અદિતિ શર્માનો સમાવેશ થાય છે.

પરંતુ હવે શો ના ફેન્સ માટે એક શોકિંગ સમાચાર સામે આવ્યા છે. જલ્દી જ શો બંધ થવા જઇ રહ્યો છે. આ શો નું છેલ્લુ શૂટિંગ 12 ફેબ્રુઆરીએ ખત્મ થઇ જશે, એટલે કે છેલ્લો એપિસોડનું શૂટ પણ બંધ થઇ જશે.





આ શો પણ ટીઆરપી રેટિંગમાં આગળ ચાલી રહ્યો છે. સતત ટ્વિસ્ટ અને ડ્રામાથી ભરપુર આ સીરીયલ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ સીરીયલ છેલ્લા ઘણા સમયથી નંબર 1 પર છે.
First published: January 10, 2019, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading