Home /News /entertainment /

Naagin 3: માહિર આ હસીના સાથે કરશે ત્રીજા લગ્ન, બેલાના શું થશે હાલ?

Naagin 3: માહિર આ હસીના સાથે કરશે ત્રીજા લગ્ન, બેલાના શું થશે હાલ?

નાગિન 3 શોમાં માહિર ત્રીજી વખત લગ્ન કરશે.

નાગિન 3 શોમાં માહિર ત્રીજી વખત લગ્ન કરશે.

    ટીવીનો સૌથી લોકપ્રિય શો નાગિન 3માં એકબાદ એક ટ્વિસ્ટ આવી રહ્યાં છે. જેમા દર્શનકોને જોવા માટે ઉત્સાહ વધી રહ્યો છે. જેમાંથી પ્રેક્ષકોમાં એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. શો મા માહિરની યાદદાશ જવાનો ટ્રેક ચાલી રહ્યો છે. આગામી એપિસોડમાં ત્યા જ માહિરના નારજ હોવાનો ખુલાસો થવાનો છે. હાલમાં જ રિપોર્ટ સામે આવ્યો છે કે ખૂબ જલ્દી આ સીરિયલમાં મૃણાલ દેશરાજની એન્ટ્રી થશે. મૃણાણ આ પહેલા સ્ટાર પ્લસ સીરિયલ ઇશ્કબાજમાં નજર આવી ચુકી છે. મૃણાલ આ સીરિયલમાં રોહિનીની ભૂમિકા ભજવશે, જે એક નાગિન છે. રોહિની નાગિનના રુપમાં ત્યારે આવશે જ્યારે તે કોઇને મારી નાખશે.. અહેવાલ અનુસાર, આ શ્રેણીમાં એક નવા પરિવારને રજૂ કરવામાં આવશે, આ શ્રેણીમાં મૃણાલ સાથે ચાર વધુ કાસ્ટની એન્ટ્રી થશે. આ યાદીમાં ખુશવંત વાલીયા, સંગીતા ચૌહાણ, માલા સાલરિયા અને અદિતિ શર્માનો સમાવેશ થાય છે.

    આ કલાકારોની એન્ટ્રી બાદ એકવાર ફરી નાગિન 3માં મોટુ ટ્વિસ્ટ આવી રહ્યું છે. શો મા માહિરના ત્રીજા લગ્ન થશે. માહિના લગ્ન શિવલી સાથે થશે જે અદિતિ શર્માનો રોલ ભજવતી નજર આવશે. બેલા બાદ માહિરના લગ્ન વિષ સાથે થવાના હતા. જે બેલા વચ્ચે આવીને તેને અટકાવે છે.

    આ શો પણ ટીઆરપી રેટિંગમાં આગળ ચાલી રહ્યો છે. સતત ટ્વિસ્ટ અને ડ્રામાથી ભરપુર આ સીરીયલ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ સીરીયલ છેલ્લા ઘણા સમયથી નંબર 1 પર છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bella, ENT, Maahir, Mreenal deshraj, Naagin-3, Tv acress

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन