Home /News /entertainment /

અક્ષય કુમારની આ ફિલ્મ જેવી હશે નાગિન 3ની કહાની, નવી સિઝનમાં આવશે આ જબરદસ્ત ટ્વિસ્ટ

અક્ષય કુમારની આ ફિલ્મ જેવી હશે નાગિન 3ની કહાની, નવી સિઝનમાં આવશે આ જબરદસ્ત ટ્વિસ્ટ

    નાગિન 3ને લઇને દર્શકોની ઉત્સુકતા વધી રહી છે. હાલ મુંબઈના લોનાવાલામાં આ સીરિયલનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. જાણો શું હશે આ સીરિયલની કહાની...

    મુંબઈ: એકતા કપૂરની સીરિયલ 'નાગિન 3' આ વર્ષની મચ એવેટેડ સીરિયલમાંથી એક છે. આ પહેલાં તો કરિશ્મા તન્ના અને અનીતા હસાનંદાનીનો લુક સામે આવી ચુક્યો છે. ત્યારબાદ સીરિયલને લઇને દર્શકોની ઉત્સુકતા વધી રહી છે. હાલ મુંબઈના લોનાવાલામાં આ સીરિયલનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. પહેલાંની બે સીઝનમાં મૌની રાય અને અદા ખાન હતી.

    આ સીરિયલમાં સુરભિ જયોતી મુખ્ય ભૂમિકામાં દેખાશે. રિપોર્ટ અનુસાર, નાગિનની આ સીઝનની કહાની અક્ષયકુમાર અને સની દેઓલની 2002માં આવેલી ફિલ્મ 'જાની દુશ્મન'થી પ્રેરિત બનાવી છે. જણાવી દઇએ કે આ સીરિયલમાં રજત ટોકસ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. રજત આ સીરિયલમાં નાગરાજના રૂપમાં નજર આવશે. અહી જાણકારી અનુસાર અનીતા આ સિરિયલમાં નેગેટિવ અક્ષરમાં જોવા મળશે. આપને જણાવી દઇએ કે છેલ્લી બે સીઝનમાં જબરદસ્ત ટીઆરપી પ્રાપ્ત થઈ છે.






    નાગરાજને ખોઇ બેસશે કરિશ્મા
    સૂત્રોના કહેવા પ્રમાણે, એક ઘટનામાં કરિશ્મા તન્ના કિરદાર પોતાના નાગરાજને ખોઇ બેસે છે. નાગરાજના મોત થવા પર કરિશ્મા તન્ના બધા પાત્રના કાતિલ ચહેરાને પોતાની આંખોમાં કેદ કરી લે છે. તે પોતાના નાગરાજના હત્યારાઓ સાથે બદલો લેવાની આગમાં એવી તબાહી મચાવશે કે તમામ દર્શકો બહશ થઇ જશે. આ પૂરી કહાનીમાં સુરભી અને અનીતા હસનંદાનીનો કિરદાર શું ટ્વિસ્ટ લઇ
    આવશે. નાગિન-3ની કહાની શુ મોડ લઇ આવશે. તે જોવુ દર્શકો માટે રસપ્રદ છે.




    આવી હતી જાની દુશ્મનની કહાની
    વર્ષ 2002માં ફિલ્મમાં જાની દુશ્મની કથા પણ આવી જ હતી. આ ફિલ્મમાં અર્માન કોહલીએ નાગરાજની ભૂમિકા ભજવી હતી અને નાગરાજ તેની પ્રેમિકા મનીષા કોયરલાની હત્યાનો બદલો લે છે. કરિશ્મા અને અનીતા આવનાર દિવસમાં આ સીરીયલ સેટ પર ખેંચાયેલી તસવીરો અને વિડીયોને સોશિયલ મીડિયા શેર કરી રહ્યી છે. તાજેતરમાં આ શોનો પ્રથમ પ્રોમોનું શૂટિંગ કર્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Naagin-3

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन