Naagin 3 ફેઇમ પર્લ વી પુરીની રેપ અને છેડતીનાં આરોપમાં ધરપકડ- રિપોર્ટ

PHOTO: Instagram/ @pearlvpuri

એકતા કપૂરનાં સુપરનેચરલ ડ્રામા નાગિન 3 (Naagin 3)નાં એક્ટર પર્લ વી પુરી (Pearl V Puri) મુશ્કેલીમાં ઘેરાયેલી નજર આવી રહી છે. પર્લ વી પુરીની પોલીસે ધરપકડ કરી લીધી છે. એક્ટર (Paerl V Puri arrest) બેપનાહ પ્યાર, બ્રહ્મરાક્ષસ 2 અને નાગિન 3 જેવી અન્ય ઘણી સીરિયલમાં નજર આવી ચુક્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીમાં ગત કેટલાંક દિવસોતી ઉથલ પાથલ મચી છે. પહેલાં 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ' ફેઇમ કરન મેહર (Karan Mehra) પર તેની પત્ની અને ટીવી એક્ટ્રેસ નિશા રાવલ (Nisha Rawal) સાથે મારઝૂડનો આરોપ લગાવ્યો છે. અને પતિ પર અન્ય ગંભીર આરોપો પણ લગાવ્યાં છે. હવે એકતા કપૂર સુપરનેચરલ ડ્રામા નાગિન 3 (Naagin 3)નાં એક્ટર પર્લ વી પુરી (Pearl V Puri) મુશ્કેલમાં ધીમે નજર આવી રહ્યાં છે. પર્લ વી પુરીની પોલીસને ધરપકડ કરી લીધી છે. એક્ટર (pearl V Puri arrest)બેપનાહ પ્યાર, બ્રહ્મરાક્ષસ 2 અને નાગિન 3 જેવી અન્ય ઘણી સીરિયલમાં નજર આવી ચુક્યો છે.

    પર્લ વી પુરીને રેપનાં આરોપમાં ધરપકડ થઇ છે. બોલિવૂડ બબલની રિપોર્ટ મુજબ, એક્ટર પર ક મહિલા પર રેપનો આરોપ છે. મહિલા અને તેનાં પરિવારજનોએ ફરિયાદ દાકલ કરાવી છે. જે બાદ એક્ટરે પોલીસને 4 જૂનની મોડી રાત્રે ધરપકડ કરી હતી. પર્લ વી પુરી હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. જોકે, આ ઉપરાંત અત્યાર સુધી કોઇ અન્ય જાણકારી સામે આવી નથી.

    ગત વર્ષે ઓક્ટોબરમાં પર્લ વી પુરીનાં પિતાનું નિધન થઇ ગયુ હતું જે દરમિયાન એક્ટર શોની શૂટિંગમાં વ્યસ્ત હતો. તેણે વર્ષ 2013માં તેનાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 2013માં ટીવી શો 'દિલ કી નજર સે ખૂબસૂરત'થી તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતું. જોકે, લિડ એક્ટર તરીકે તેને પહેલો બ્રેક 'ફિર ભી ના માને બદતમીઝ દિલ'માં મળ્યો હતો.








    View this post on Instagram






    A post shared by Pearl V Puri (@pearlvpuri)






    આ બાદ તેણે 'નાગાર્જૂન એક યોદ્ધા', 'બેપનાહ પ્યાર', એકતા કપૂરનાં 'નાગિન-3' અને 'બ્રહ્મરાક્ષક 2' જેવાં શોમાં નજર આવ્યો હતો. એક્ટરને સૌથી વધુ ઓળખ એકતા કપૂરની નાગિન 3થી મળી હતી. જેમાં તે સુરભિ જ્યોતિની સાથે રોમેન્સ કરતો નજર આવ્યો હતો. આ ઉપરાંત તે કેટલાંક મ્યૂઝિક વીડિયોઝમાં નજર આવી ચુક્યો છે.
    Published by:Margi Pandya
    First published: