Home /News /entertainment /આ સીરિઝ જોતા જોતા હંમેશા એક ઉત્સુકતા રહેતી કે, હવે આગળ શું આવશે, જે દર્શકોને ડ્રામા સાથે જોડીને રાખે છે

આ સીરિઝ જોતા જોતા હંમેશા એક ઉત્સુકતા રહેતી કે, હવે આગળ શું આવશે, જે દર્શકોને ડ્રામા સાથે જોડીને રાખે છે

MyGlamm Filmfare OTT એવોર્ડ 2021

કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ ડ્રામામાં એવી એક્ટિંગ કરે છે, જે આપણને તેમની સાથે સાંકળી રાખે છે. આપણે તે પ્રકારની મૂવી અને સીરિઝ જોવાનું પસંદ કરીએ છીએ. આ સીરિઝ જોતા જોતા હંમેશા એક ઉત્સુકતા રહેતી કે, હવે આગળ શું આવશે.

કેટલાક અભિનેતાઓ અને અભિનેત્રીઓ ડ્રામામાં એવી એક્ટિંગ કરે છે, જે આપણને તેમની સાથે સાંકળી રાખે છે. આપણે તે પ્રકારની મૂવી અને સીરિઝ જોવાનું પસંદ કરીએ છીએ. સિટી ઓફ ડ્રિમ્સની સીઝન 2 માં અતુલ કુલકર્ણીએ અમેય ગાયકવાડનું પાત્ર ખૂબ જ અદભુત ભજવ્યું હતું. આ સીરિઝ જોતા જોતા હંમેશા એક ઉત્સુકતા રહેતી કે, હવે આગળ શું આવશે. ફેમિલી મેન સીઝન 2માં મનોજ બાજપેયીએ ઈમર્સિવ કેરેક્ટર ભજવ્યું હતું. આ સીરિઝ જોઈને એમ જ લાગે છે કે, તમે એક રિઅલ એજન્ટને જોઈ રહ્યા છો. કોઈપણ ડ્રામાને રિઆલિસ્ટીક બનાવવા માટે માત્ર એક જ પાત્ર એવુ હોવું જરૂરી છે, જે દર્શકોને ડ્રામા સાથે જોડીને રાખે છે.

બેસ્ટ એક્ટર સીરિઝ (મેલ), ડ્રામા

  • અંશુમન પુષ્કર, ગ્રહણ (Anshumaan Pushkar, Grahan)


અંશુમન પુષ્કરે ગ્રહણ સીરિઝમાં ઋષિ રંજનની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ એક ખૂબ જ મહત્વનું પાત્ર હતું અને આ પાત્ર ખૂબ જ સમજણપૂર્વક ભજવવામાં આવ્યું હતું. જો અંશુમન પુષ્કરે યોગ્ય એક્ટીંગ કરી ન હોત તેમની સારી ઈમેજ બની શકી હોત.

  • અતુલ કુલકર્ણી, સિટી ઓફ ડ્રીમ્સ: સીઝન 2 (Atul Kulkarni, City Of Dreams: Season 2)


આ સીરિઝમાં અતુલ કુલકર્ણી એક ચપળ રાજનેતા છે, આ કેરેક્ટર જોઈને તમે તેમને નફરત કરવા લાગશો. મોટાભાગના અભિનેતાઓ ઈચ્છે છે કે, દર્શકો તેમના પાત્ર પર વધુ ધ્યાન આપે અને પાત્રને પસંદ કરે.

  • બોબી દેઓલ, આશ્રમ (Bobby Deol, Aashram)


બોબી દેઓલે આશ્રમ સીરિઝમાં ખૂબ જ મહત્વનું અને અદભુત પાત્ર ભજવ્યું છે. આ સીરિઝમાં તેમણે ધર્મગુરુનું પાત્ર ભજવ્યું છે અને તેઓ પર્સનલી ખૂબ જ કપટ છે. અન્ય પાત્રો કરતા બોબી દેઓલનું આ સીરિઝમાં પાત્ર ખૂબ જ અલગ અને અદભુત છે. તેમણે આ સીરિઝમાં ખૂબ જ સહજતાથી એક્ટીંગ કરી છે અને પાત્રને ન્યાય આપ્યો છે.

  • મનોજ બાજપેયી, ધ ફેમિલી મેન સીઝન 2 (Manoj Bajpayee, The Family Man Season 2)


ધ ફેમિલી મેન સીઝન 2માં મનોજ બાજપેયીએ ઈમર્સિવ કેરેક્ટર ભજવ્યું હતું. તે પર્સનલ પ્રોબ્લેમ્સથી ઘેરાયેલો માણસ છે, તેમ છતાં તે પોતીની ફરજ નિભાવી રહ્યો છે. ધ ફેમિલી મેન સીઝન 2માં મનોજ બાજપેયીએ દર્શકોનો રસ જાળવી રાખ્યો છે.

  • પંકજ ત્રિપાઠી, ક્રિમિનલ જસ્ટીસ (Pankaj Tripathi,Criminal Justice: Behind Closed Doors)


પંકજ ત્રિપાઠીએ સીરિઝ ક્રિમિનલ જસ્ટીસમાં વકીલનું પાત્ર ભજવ્યું છે, જે પૈસા અને સંપત્તિ માટે ગમે તેવા કેસ હાથમાં લે છે. તે પોતાના ક્લાયન્ટને ન્યાય અપાવવા માટે તમામ સંભવ પ્રયાસ કરે છે અને તેમને ન્યાયનો વિશ્વાસ પણ અપાવે છે.

આ પણ વાંચો -

  • પ્રતિક ગાંધી, સ્કેમ 1992: ધ હર્ષદ મેહતા સ્ટોરી (Pratik Gandhi, Scam 1992: The Harshad Mehta Story)


આપણે તમામ લોકો હર્ષદ મેહતા વિશે જાણીએ છીએ. હર્ષદ મેહતાએ પોતાના સ્વાર્થ માટે સિસ્ટમની ખામીઓનો ઉપયોગ કર્યો છે. પ્રતિક ગાંધીએ હર્ષદ મહેતાના પાત્રને ન્યાય આપવા માટે ખૂબ જ મહેનત કરી છે અને અદભુત એક્ટીંગ કરી છે તથા ડાયલોગ ડિલીવરી પણ શાનદાર કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Bollywood Latest News, OTT Platforms, Web Series

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन