સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: હવે મહેશ ભટ્ટ, રિયા સહિત આ 4 વિરુદ્ધ કોર્ટમાં અરજી

News18 Gujarati
Updated: June 23, 2020, 6:15 PM IST
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: હવે મહેશ ભટ્ટ, રિયા સહિત આ 4 વિરુદ્ધ કોર્ટમાં અરજી
સુશાંતે મુંબઈમાં 14 જૂને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી

આ પહેલા ફિલ્મ અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકો વિરુદ્ધ કોર્ટમાં અરજી નોંધાવી હતી.

  • Share this:
મુઝફ્ફરપુર : ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે ફિલ્મી સિતારા અને નિર્માતા-નિર્દેશકો વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદો વધી રહી છે. મુઝફ્ફરપુરના સીજેએમ કોર્ટમાં અધિવક્તા સુધીર કુમાર ઓઝાએ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે પહેલાથી નોંધાવેલી અરજીમાં 4 અન્ય લોકોના નામ જોડવાની હવે અરજી કોર્ટમાં આપી છે. સુધીર કુમાર ઓઝાએ કોર્ટને આપેલી અરજીમાં નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કૃતિ સેનન વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

ચાર અન્ય લોકોના નામ જોડવાની અરજી

કોર્ટમાં આપેલી અરજીમાં અધિવક્તા સુધીર ઓઝાએ 17 જૂને તેમના દ્વારા નોંધાવવામાં આવેલી અરજીમાં આ ચાર લોકોના નામ જોડવાનો આગ્રહ કર્યો છે. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે આ લોકોની ભૂમિકા શંકાસ્પદ માનતા પૂર્વ આપેલી અરજીમાં આ ચાર લોકોના નામ ઉમેરવાની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

17 જૂને નોંધાવવામાં આવી હતી ફરિયાદ

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહના મોતના મામલામાં મુઝફ્ફરપુરના સીજેએમ કોર્ટમાં અધિવક્તા સુધીર કુમાર ઓઝાએ ફિલ્મ અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકો વિરુદ્ધ કોર્ટમાં અરજી નોંધાવી હતી. આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નોંધાયેલી ફરિયાદમાં ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે શંકાસ્પદ બતાવતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા સમાચારો સિવાય સુશાંત સિંહ રાજપૂતના નજીકના લોકો દ્વારા આપવામાં આવેલા નિવેદનોને આધાર બનાવવામાં આવ્યા છે.

3 જૂલાઈએ મામલાની સુનાવણી થશેમુઝફ્ફરપુરના સીજેએમ કોર્ટમાં અધિવક્તા દ્વારા નોંધાવવામાં આવેલી અરજીની સુનાવણી 3 જૂલાઈએ થશે. 3 જૂલાઈએ જ નક્કી થશે કે, કોર્ટ આ મામલાને કેટલી ગંભીરતા માની અને આગળ શું કરે છે. ઉલ્લેખનીય છે કે, બિહારના આ અભિનેતાએ મુંબઈમાં 14 જૂને ફાંસી લગાવી આત્મહત્યા કરીલીધી હતી.
First published: June 23, 2020, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading