લતા મંગેશકરના નિધનના સમાચાર વાયરલ, પરિવારે કહ્યું 'લતાજી સ્વસ્થ છે'

News18 Gujarati
Updated: November 15, 2019, 12:02 AM IST
લતા મંગેશકરના નિધનના સમાચાર વાયરલ, પરિવારે કહ્યું 'લતાજી સ્વસ્થ છે'
ફાઈલ તસવીર

સમાચાર એજન્સી એએનઆઈ ઉપર રજૂ કરેલા નિવેદનમાં અફવા ન ફેલાવવા માટે કહ્યું છે. બીજી તરફ ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરે પણ તલા મંગેશકરની હાલત સ્થિર હોવાનું જણાવતા અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભારતના મ્યુઝિક સમ્રાટ અને ભારત રત્નથી સમ્માનિત ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) અંગે સોશિયલ મીડિયા ઉપર સમાચાર વાયરલ થયા હતા. જોકે, આ અંગે પરિવારે સ્પષ્ટતા કરી હતી. સોશિયલ મીડિયા (Social media) ઉપર લતા મંગેશકરના નિધનને લઈને અફવા ફેલાઈ રહી છે. જોકે, લતા મંગેશકરના પરિવારને ઑફ કેમેરા ન્યૂઝ18 ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 'આવી અનેક પ્રકારની અફવાઓ આવી રહી છે પરંતુ લતાજીનું સ્વાસ્થ્ય સારું છે. ડૉક્ટર તેમની દેખરેખ રાખી રહ્યા છે.'

પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, 'કોઈપણ પરિવાર પોતાના ઘરવાળાઓને બીમારીમાં હોસ્પિટલથી ઘરે લઈ નથી જતો. કારણે સારી સારવાર તો હોસ્પિટલમાં જ થાય. અમારો પ્રયત્ન રહેશે કે લતાજી સારા સ્વસ્થ્ય થઈને ઘરે જાય. મીડિયાને અપીલ છે કે લતાજીનું સન્માન કરે અને અફવાઓ ન ફેલાવે.'

આ પણ વાંચોઃ-.. અને MNC કંપનીમાં જોબ કરતી યુવતી અર્ધનગ્ન હાલત ભાગી


Loading...આ ઉપરાંત લતા મંગેશકરની ટીમે પણ તેમના હેલ્થને લઇને સ્ટેટમેન્ટ રજૂ કરી દીધું છે કે તેમની હાલત સ્થિર છે. તેમનું સ્વાસ્થ્ય સુધારામાં આવી રહ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ ઉપર રજૂ કરેલા નિવેદનમાં અફવા ન ફેલાવવા માટે કહ્યું છે. બીજી તરફ ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરે પણ તલા મંગેશકરની હાલત સ્થિર હોવાનું જણાવતા અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ-શું પાર્ટનર સામે ખોલવા જોઈએ પોતાના ભૂતકાળના રહસ્યો?

આનાથી વિપરીત સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરને લઇને અનેક પ્રકારની અફવાઓનો રાફડો ફાટ્યો છે. સોશિયલ મીડિયા ઉપર લોકો લતા મંગેશકરને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ-દૂધમાં ભેળસેળ છે કે નહીં? આવી રીતે ઘરે બેઠા જ જાણી શકશો

ઉલ્લેખનીય ચે કે, 11 નવેમ્બરના દિવસે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને મુંબઈને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. લતામંગેશકરને આશરે બે વાગ્યે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. શ્વાસ લેવામાં તકલીફના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 28 સપ્ટેમ્બરે આ ગાયિકા 90 વર્ષના થયા છે.
First published: November 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com