Home /News /entertainment /

Munnabhai 3: ફરી પડદા પર ધૂમ મચાવી શકે છે મુન્નાભાઇ MBBS ની ગાંધીગીરી, સંજયે ફિલ્મ વિશે કહી મોટી વાત

Munnabhai 3: ફરી પડદા પર ધૂમ મચાવી શકે છે મુન્નાભાઇ MBBS ની ગાંધીગીરી, સંજયે ફિલ્મ વિશે કહી મોટી વાત

મુન્નાભાઈ 3 ફિલ્મ બનશે? જુઓ સંજય દત્તે શું કહ્યું

સંજય દત્તે (Sanjay Dutt) જણાવ્યું કે, બિલકુલ, અમે મુન્નાભાઇ 3 (Munnabhai 3) માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. રાજકુમાર પણ તેના માટે તૈયાર છે, તો અમે આશા રાખીએ છીએ કે તેના પર કામ જલદી જ થશે

    સંજય દત્ત (Sunjay Dutt)ની આમ તો દરેક ફિલ્મ ફેન્સને ખૂબ પસંદ આવે છે. પરંતુ જો સંજય દત્તની કોઈ ફિલ્મ હોય જે દરેક વ્યક્તિની ફેવરિટ હોય, તો તે મુન્ના ભાઈ ફ્રેન્ચાઇઝી (Munna Bhai franchise) છે. વર્ષ 2003માં આવેલી મુન્નાભાઇ MBBS (Munna Bhai MBBS) અને વર્ષ 2006માં આવેલી લગે રહો મુન્નાભાઇ (Lage Raho Munna Bhai) જોવાનું ફેન્સ આજે પણ ચૂકતા નથી. આ દરમિયાન હવે અફવાઓનું બજાર ગરમ છે કે, પડદા પર ફરી તમને મુન્નાભાઇની ગાંધીગીરી જોવા મળી શકે છે.

    જી હાં, તાજેતરમાં BollywoodLife.com સાથેની મુલાકાતમાં સંજય દત્તે મુન્ના ભાઈ 3 (Munna Bhai Sequel) વિશે વાત કરી હતી અને કન્ફર્મ કર્યું હતું કે આ ફિલ્મ ટૂંક સમયમાં જ બનવાની શક્યતા છે. તેમણે એમ પણ ઉમેર્યું કે, દિગ્દર્શક રાજકુમાર હિરાનીને (Rajkuma Hirani) પણ આ ફિલ્મમાં રસ છે અને તેઓ મુન્ના ભાઈ 3 બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

    વાતચીત દરમિયાન સંજય દત્તે જણાવ્યું કે, બિલકુલ, અમે મુન્નાભાઇ 3 માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. રાજકુમાર પણ તેના માટે તૈયાર છે, તો અમે આશા રાખીએ છીએ કે તેના પર કામ જલદી જ થશે. અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. પરંતુ જ્યારે અમે ફેન્સની વાત કરીએ ત્યારે મને ખાતરી છે કે, તેઓ મુન્નાભાઇમાં સૌથી વધુ રસ ધરાવે છે. સંજયે હસીને કહ્યું કે, હું ફેન્સને પણ કહેવા માંગીશ કે તેઓ રાજુ હિરાનીને પણ તેના વિશે પૂછે, જેથી અમે તેના પર જલદી કામ કરી શકીએ.

    ઉલ્લેખનીય છે કે, મુન્ના ભાઈ એમબીબીએસમાં સંજય દત્ત, અરશદ વારસી અને બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં હતા. તેની સિક્વલ લગે રહો મુન્ના ભાઈમાં વિદ્યા બાલન પણ ફિલ્મની ટીમમાં જોડાઇ હતી.

    આ પણ વાંચોUrfi Javed : પિંક બિકીનીમાં ઉર્ફી જાવેદ લાગી રહી છે ખૂબ જ હોટ, રાખી સાવંત પણ થઈ ઈમ્પ્રેસ

    ઉલ્લેખનિય છે કે, સંજય દત્ત હાલ કેજીએફ- ચેપ્ટર 2માં જોવા મળે છે. આ ફિલ્મમાં સંજયે વિલન અધીરાનો રોલ પ્લે કર્યો છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં સંજય દત્તે કેન્સરની સારવાર બાદ સેટ પર પાછા આવવાની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, દમદાર પાત્ર ભજવવા માટે સારી શારીરિક ક્ષમતાની પણ જરૂર પડે છે. આ સાથે સંજયે આ ફિલ્મ માટે મુશ્કેલ ટ્રેનિંગ લીધી હોવાનું પણ કહ્યું હતું.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Mbbs, Sanjay Dutt, Upcoming Movies

    આગામી સમાચાર