લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. મુનમુનના ફોટોઝ અને વીડિયો ફેન્સને ઘણા પસંદ આવે છે.
લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ મુનમુન દત્તા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. મુનમુનના ફોટોઝ અને વીડિયો ફેન્સને ઘણા પસંદ આવે છે. ત્યારે આ દરમિયાન મુનમુનનો એક સિઝલિંગ વીડિયો વાયરલ થયો છે, જે ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં મુનમુનનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો.
વાયરલ વીડિયો
હાલમાં જ મુનમુને સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં મુનમુન દત્તાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. લેટેસ્ટ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુનમુને ગોલ્ડન રંગનું ગાઉન પહેર્યું છે જેમાં તેનો સ્ટાઈલિસ અંદાજ જોવા મળે છે. મુનમુન કિલર પોઝ આપે છે. સોશિયલ મીડિયા યુઝર્સ અને સેલેબ્સ પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.
હાલમાં જ ડાયટ પ્લાન અંગે વાત કરી હતી
થોડાં સમય પહેલાં મુનમુન દત્તાએ કહ્યું હતું, 'હું સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ ઊઠી જાઉં છે. ઊઠીને તે પુષ્કળ પાણી પીએ છે. ત્યાર બાદ તે જિમમાં જાય છે. જિમમાં જતાં પહેલાં હું એક કેળું તથા પલાળેલી બદામ અથવા તો ડ્રાયફ્રૂટ્સ ખાઉં છું. જિમમાંથી આવ્યા બાદ બ્રેકફાસ્ટ લઉં છું, જેમાં ઢોસા, ઉપમા, પૌંઆ, દૂધ વગેરે હોય છે. બ્રેકફાસ્ટમાં અચૂકથી ફ્રૂટ્સ લઉં જ છું. હું બપોરે ઘરનું જ ભોજન જમું છું, જેમાં દાળ-ભાત, શાક, સલાડ, ઘી તથા કોઈપણ જાતની ભાજી (શિયાળામાં ખાસ) હોય છે. બંગાળી હોવાને કારણે મને રોટલી બહુ ભાવતી નથી, ભાત વધુ ભાવે છે. આ ઉપરાંત હું ઘરે બનાવેલું જ ઘી ખાઉં છું. હું ઘરે દૂધમાંથી મલાઈ કાઢીને ઘી બનાવું છું.'
લંચ બાદ મુનમુન દત્તા સાંજે નાસ્તો કરે છે. આ અંગે એક્ટ્રેસે કહ્યું હતું, 'ઇવનિંગ સ્નેક્સમાં હું ફ્રૂટ્સ, કિનોઆ અથવા હળવો નાસ્તો લે છે. નાસ્તા બાદ હું ચા પીવાનું પસંદ કરું છું. ચામાં હું લેમન ગ્રાસ, આદુ નાખું છું. આ ઉપરાંત હું રિફાઇન શુગરને બદલે રૉ શુગરનો ઉપયોગ કરું છું. ડિનરમાં દાલ-ખીચડી, એગ્સ ટોસ્ટ પણ લેતી હોય છે.'
મુનમુન અને રાજના અફેરની ચર્ચા
મુનમુન માત્ર પ્રોફેશનલી જ નહીં પર્સનલ કારણોને લીધે પણ ચર્ચામાં રહે છે. તેનું નામ રાજ અનડકટ સાથે જોડાયું હતું. તેમજ જાતિસૂચક ટિપ્પણીને તેની ધરપકડ થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં મુનમુનની પોલીસે ધરપકડ કરી હતી અને તેને બાદમાં જામીન મળી ગયા હતા. મુનમુન કહેવું હતું કે તેના વિશે જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે ખોટું હતું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર