હાલમાં જ આવેલી ખબર મુજબ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાજીનો રોલ અદાકરનારી એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta) પણ શોને અલવિદા કહેવાની છે આ ખબર સામે આવતા જ શોનાં દર્શકો માયૂસ થઇ ગયા હતાં. પણ હવે આ ખબરને મુનમુન દત્તાએ ખારીજ કરી દીધી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી પ્રખ્યાત શોમાંથી એક 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) તેનાં હળવા ફૂલ અંદાજમાં વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતાં રહ્યાં છે. દર્શકો શોનાં દરેક કેરેક્ટર સાથે ખાસ જોડાવ ધરાવે છ અને દરેક કેરેક્ટરની અલગ ફેન ફોલોઇંગ છે. પહેલાં શોમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણીની એક્ઝિટ થવાથી દર્શકો દુખી છે. અને બાદમાં અંજલી ભાભી અને સોઢીની વિદાય દર્શકોને ગમી ન હતી. તેવામાં એવાં સમાચાર સામે આવ્યાં કે શોમાંથી બબીતાજીનો રોલ અદા કરનારી મુનમુન દત્તા (Munmun Dutta) પણ શોને અલવિદા કહેવાની છે. આ ખબર સામે આવતા જ શોનાં દર્શકો માયૂસ થઇ ગયા છે. પણ હવે આ ખબર પર ખુદ મુનમુન દત્તાએ પ્રતિક્રિયા આપી છે.
આ પહેલાં જ શોનાં મેકર્સે મુનમુન દત્તાએ શો છોડવાની વાતને અફવા ગણાવી છે. હવે મુનમુન દત્તાએ પોતે સામે આવીને આ ખબરો પાયાવિહોણી ગણાવી છે અને સાથે જ તેણે કહ્યું છે કે, ખોટું રિપોર્ટિંગ તેનાં જીવન પર ખોટી અસર કરે છે. એટલે કે શોનાં મેકર્સ અને ખુદ મુનમુન દત્તાએ સ્પષ્ટ કર્યું છે કે તે શોનો ભાગ છે જ.
આપને જણાવી દઇએ કે, ગત કેટલાંક એપિસોડ્સથી મુનમુન દત્તા નજર નથી આવતી તો એવી વાતો થવા લાગી હતી કે બબીતાજી તારક મેહતા.. છોડી દીધુ છે. ખરેકમાં તેની પાછળનું એક કારણ તેનું વિવાદોમાં રહેવું માનવામાં આવતી હતી. જાતિ વિશેષ પર ટિપ્પણી કરી મુનમુન દત્તા છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં હતી જોકે, બાદમાં તેણે તેનાં નિવેદન અંગે માફી માંગી લીધી હતી પણ તે ત્યારની શોથી ગૂમ હતી.
આ કોન્ટ્રોવર્સી બાદ મુનમુન વિરુદ્ધ જાતિસૂચક શબ્દનાં ઉપયોગ બદલ દેશ આખામાં ઘણી જગ્યાએ કેસ દાખલ થયો હતો. એક્ટ્રેસ માફી માંગતા કહ્યું હતું કે, તે 'અલગ ભાષાયી ક્ષેત્રમાંથી આવતી હોવાને કારણે તેને આ શબ્દનો અર્થ માલૂમ ન હતો. તેથી તેનાંથી આવી ભૂલ થઇ હતી. તે તમામ જાતિ અને સમુદાયનું સ્માન કરે છે. અને તેનું કોઇનાં વિશે ખરાબ બોલવાનો જરાં પણ ઇરાદો ન હતો.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર