
તારક મહેતાની બબીતા જી એટલે કે મુનમુન દત્તાએ સોશ્યલ મીડિયા પર પોતાની વાત મૂકી હતી. મુનમુને #MeToo મુમેન્ટ અંગે જણાવ્યું હતું કે તેઓ પણ શોષણ શિકાર થઈ ચૂક્યા છે. ભારતમાં 2017માં સોશ્યલ મીડિયા પર #MeToo મુવમેન્ટ શરૂ થયું હતું. જેમાં અનેક અભિનેત્રીઓએ સોશ્યલ મીડિયા પર ખુલીને વાત રજૂ કરી હતી. જે તે ક્યારેય કહી શકે તેમ નહોતી. મુનમુન દત્તાએ એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં #MeTooનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તથા તેઓ કેવી રીતે શોષણનો શિકાર બન્યા હતા, તેની એક લેખિત પોસ્ટ પણ શેર કરી હતી.