Home /News /entertainment /

TMKOC:બબીતાજીનો ઓપન લેટર, કહ્યું- આજે પોતાને ભારતની દિકરી કહેવા પર આવે છે શરમ

TMKOC:બબીતાજીનો ઓપન લેટર, કહ્યું- આજે પોતાને ભારતની દિકરી કહેવા પર આવે છે શરમ

મુનમુન દત્તા અત્યારે તેના અફેર્સને લઈને અત્યારે ચર્ચામાં છે.

મુનમુન દત્તા(Munmun Dutta)એ તેના વિશે ચાલી રહેલા સમાચારો અને સોશિયલ મીડિયા પર તેના વિશે થઈ રહેલી વાતો પર આ નારાજગી વ્યક્ત કરી છે. તેણે સોશિયલ મીડિયા યુઝર્સ ઉંમરને લઈને સતત મહિલાઓને નિશાન બનાવનારાઓની કોમેન્ટ્સ પર કટાક્ષ કર્યો છે.

    મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની(Taarak Mehta Ka Ooltah Chashmah) 'બબીતા ​​જી' એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta) આ દિવસોમાં તેના સહ-કલાકાર રાજ અનાદકટ (Raj Anadkat) સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમણે ખુલ્લો પત્ર લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. પોતાનો ગુસ્સો કાઢીને તેણે બેધડક લખ્યું છે કે, આજે હું મારી જાતને ભારતની પુત્રી કહેતા શરમ અનુભવું છું.

    મુનમુન દત્તાએ તેમના વિશે ચાલી રહેલા સમાચારો અને સોશિયલ મીડિયા પર તેમના વિશે થઈ રહેલી વાતો પર નારાજગી વ્યક્ત કરી છે. થોડા સમય પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટમાં, તેમણે સોશિયલ મીડિયા યુઝર્સ અને વય પર સતત મહિલાઓને નિશાન બનાવનારાઓની ટિપ્પણીઓ પર કટાક્ષ કર્યો છે.

    મને તમારી પાસેથી વધુ સારી અપેક્ષાઓ હતી. પરંતુ તમે કોમેન્ટમાં જે ગંદકીનો વરસાદ કર્યો છે તે સાબિત કરે છે કે, કહેવાતા 'શિક્ષિત' થયા પછી પણ આપણે આવા સમાજનો ભાગ છીએ, જે સતત નીચે જઈ રહ્યા છે. તમારા મઝાક માટે મહિલાઓને સતત તેમની ઉંમરથી શરમજનક પરિસ્થિતિમાં મુકતા આવ્યા છે. તમારી આ મજાકથી કોઈને શું થાય છે, તે કોઈને માનસિક રીતે પ્રેરણા આપે છે અથવા તોડી નાખે છે. તમે ક્યારેય તેની ચિંતા કરી નથી. હું છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરું છું, પરંતુ લોકોએ મારી ગરિમાને ઠેસ પહોંચાડવામાં 13 મિનિટ પણ નથી લગાડી.

    Munmun Dutta, Munmun Dutta aka babita ji, Munmun Dutta Open letter, Raj Anadkat, Raj Anadkat-Munmun Dutta relationship, Social Media, Taarak Mehta Ka Ooltah Chashmah, बबीता जी , मुनमुन दत्ता
    મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે અનુલક્ષીને કરેલી પોસ્ટ.


    વધુમાં તેણે લખ્યું કે, આગલી વખતે કોઈ વ્યક્તિ એટલી ઉદાસ હોય કે જે પોતાનો જીવ લેવા માંગે તો થોભો અને એકવાર વિચારો કે તમારા શબ્દો તેને અંત તરફ લઈ જશે કે નહીં. આજે હું મારી જાતને ભારતની પુત્રી કહેતા શરમ અનુભવું છું.

    આ પણ વાંચો: BIGG BOSS OTT: 'સન્ડે કા વાર' થશે ધમાલ, દિવ્યા અગ્રવાલને મળવા પહોંચ્યો વરુણ સૂદ

    મહત્વનું છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પુ એટલે કે, રાજ અંદકટ અને બબીતા ​​જી એટલે કે, મુનમુન દત્તાની ડેટિંગના અહેવાલો આવ્યા છે. આ અહેવાલો બાદ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલિંગ થઈ રહી છે. નેટિઝન્સને શું પરેશાન કરે છે તે આ દંપતી વચ્ચેની ઉંમરનો તફાવત છે. બંનેની ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે. ઈટાઈમ્સનાએ થોડા દિવસો પહેલા પુષ્ટિ કરી હતી કે રાજ અને મુનમુન એકબીજાને ડેટ કરી રહ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક સભ્યને ખબર છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. આ મામલા સાથે સંકળાયેલ એક સૂત્ર કહે છે, 'મુનમુન દત્ત અને રાજ અંકટના પરિવારના સભ્યો પણ બધું જાણે છે, કોઈ અંધારામાં નથી.'
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Babita Ji, Munmun Dutta, TMKOC

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन