'ટપ્પુ' પહેલાં આ એક્ટરને ડેટ કરી ચૂકી છે મુનમુન દત્તા, જાણો કોણ છે આ ટીવી સ્ટાર

'ટપ્પુ' પહેલાં આ એક્ટરને ડેટ કરી ચૂકી છે મુનમુન દત્તા

Taarak Mehta Ka Ooltah Chashmah: મુનમુન દત્તાનાં (Munmun Dutta) અંગત જીવન અંગે કેટલીક વાતો સામે આવી છે. આ મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે એક્ટ્રેસ મુનમુન દત્તા રાજ અનડકટને (Raj Anadkat) ડેટ કરી રહી છે. રાજ તેનાંથી 9 વર્ષ નાનો છે. જોકે બંનેમાંથી કોઇ હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવીનાં સૌથી લોકપ્રીય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. હાલમાં શો એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta) અને રાજ અનડકટ (Raj Anadkat) નાં કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હાલમાં બબિતાજી (Babitaji) અને ટપ્પુ(Tappu)ની જ ચર્ચાઓ થાય છે. આ દિવસોમાં તે તેનાં અંગત જીવન માટે ચર્ચામાં છે.

    આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

    મુનમુન દત્તાનાં (Munmun Dutta Personal life) અંગત જીવન અંગે કેટલીક વાતો સામે આવી છે. આ મીડિયા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે એક્ટ્રેસ મુનમુન દત્તા 'રાજ અનડકટ'ને ડેટ કરી રહી છે. રાજ તેનાંથી 9 વર્ષ નાનો છે. જોકે બંનેમાંથી કોઇ હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી.

    વિનય જૈન સાથે જોડાઇ ચુક્યું છે મુનમુન દત્તાનું નામ


    મુનમુનનાં અંગત જીવન વિશે પણ એવી વાતો છે કે,આ પહેલાં પણ મુનમુન દત્તા ટીવી એક્ટર વિનય જૈન સાથે લગ્ન કરવા મામલે ચર્ચામાં રહી છે. વિનયે સ્વાભિમાન, આંધી, ઇશ્ક સુભાન અલ્લાહ, દેખ તમાશા દેખ જેવાં ટીવી શોમાં કામ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિનય અને મુનમુન તે દિવસોમાં ઘણી વખત જાહેરમાં જોવા મળતા હતાં તેઓ ઘણો સમય સાથે વિતાવતા હતાં અને અવાર નવાર પબ્લિકલી પણ દેખાતા હતાં.

    આ પણ વાંચો-માનાં નિધનનાં ચોથા પહેલાં જ Akshay Kumar પરિવાર સાથે ગયો લંડન, યૂઝર્સે ક્યું- ન ચોથું કર્યું ન તેરમું

    તેઓ અવાર નવાર એક સાથે નજર આવતાં જેને કારણે તેમનાં લગ્નની અફવા ઉડી હતી. આ અફવાઓ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી. જોકે, થોડા સમય બાદ આ અફવાઓ પાયાવિહોણી સાબિત થઇ હતી. મુનમુન દત્તાએ સત્તાવાર રીતે પોતાને સિંગલ જાહેર કરી હતી. અત્યાર સુધી તેણે રાજ સાથેનાં સંબંધ પર પણ કોઇ જ ટિપ્પણી આપી નથી.



    મુનમુન દત્તાનું પાત્ર 'બબીતાજી' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું ગમતું પાત્ર છે. શોમાં જેઠા લાલ બબીતાજી પાછળ લટ્ટુ છે તેમ દર્શાવવામાં આવ્યું છે. જોકે, વાસ્તવિક જીવનમાં તેનાં ફેન્સ લાખો છે અને ઇન્સ્ટાગ્રામ પર તેનાં 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.

    આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: