'તારક મહેતા...'ના સેટ પર પરત ફરી 'બબીતા જી', આ કારણે હતી નારાજ
'તારક મહેતા...'ના સેટ પર પરત ફરી 'બબીતા જી', આ કારણે હતી નારાજ
તસવીર સૌજન્ય: @mmoonstar/Instagram
Babita ji back: મુનમુન દત્તા (Munmun Dutta) ટીવી શોમાં 'બબીતા' (Babita ji)નું પાત્ર નિભાવી રહી છે. એવું પણ કહેવામાં આવે છે કે આ અઠવાડિયે જ મુનમુન દત્તા ટીવી શોમાં જોવા મળી શકે છે.
મુંબઈ: ટીવીના પ્રસિદ્ધ કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં છેલ્લા થોડા મહિનાઓથી 'બબીતા જી'નું પાત્ર નિભાવી રહેલી મુનમુન દત્તા (Munmun Dutta) ગાયબ હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુનમુન દત્તાએ શો છોડી દીધો છે. જોકે, અત્યારસુધી આ અંગે મુનમુન દત્તા તરફથી કોઈ અધિકૃત નિવેદન નથી આવ્યું. હવે 'બબીતા જી'ના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. સૂત્રોનું માનીએ તો મુનમુન દત્તા સેટ પર પરત ફરી છે.
ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે મુનમુન દત્તા (Munmun Dutta on set)એ ટીવી શોમાં વાપસી કરી લીધી છે. મુનમુન દત્તાએ શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. મુનમુન દત્તા ટીવી શોમાં 'બબીતા' (Babita ji)નું પાત્ર નિભાવી રહી છે. એવું પણ કહેવામાં આવે છે કે આ અઠવાડિયે જ મુનમુન દત્તા ટીવી શોમાં જોવા મળી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે મુનમુન ટીવી સેટ (TV set) પર પહોંચતા જ તમામ સભ્યો ચકિત થઈ ગયા હતા. કારણ કે સેટ પર તમામ લોકોને લાગી રહ્યું હતું કે તેણી ફરીથી કામ પર નહીં આવે. એવું કહેવાય છે કે મુનમુન દત્તા અને સીરિયલના પ્રોડ્યુસર આસિત મોદી (Asit Kumar Modi) વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં મામલો સુલટી ગયો છે અને વીતી ગયેલી વાતોને ભૂલીને આગળ વધવાની વાત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણીએ જાતિવિષયક શબ્દનો પ્રયોગ કર્યો હતો. મુનમુનના આ વીડિયો પર ખૂબ વિવાદ થયો હતો. બાદમાં અભિનેત્રીએ માફી પણ માંગવી પડી હતી. 'તારક મહેતા...'ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ મુનમુન દત્તાને કહ્યું હતું કે તેણીએ જે જાતિવિષયક શબ્દો ઉચ્ચાર્યાં હતા તેના માટે ફરીથી માફી માંગવી પડશે, કારણ કે ટ્વિટર પર જે માફી માંગી હતી તે પૂરતી નથી.
મુનમુન દત્તાએ આસિત મોદીની વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે વિવાદ થયો હતો. જોકે, હવે બંને વચ્ચે બધુ બરાબર થઈ ગયું છે અને મુનમુન દત્તા સેટ પર પરત આવી ગઈ છે. ઉલ્લખનીય છે કે 'તારક મહેતા...'માં 'દયા ભાભી'નો રોલ નિભાવી રહેલા દીશા વાકાણી પણ પરત ફરી તેવી દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ વ્યક્તિગત કારણને લીધે શો છોડ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર