નાના પડદાની ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તા (Munmun Dutta) પોતાના સિઝલિંગ લુક દ્વારા સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર હાઈ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે તે ખાવા-પીવાની અને ખાસ કરીને કોરિયન ફૂડની શોખિન છે. હાલમાં જ તેણે પોતે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની (Taarak Mehta Ka Ooltah Chashmah) 'બબીતા જી'ને (Babita ji) કોણ નથી જાણતું. માત્ર જેઠાલાલ જ તેના દિવાના નથી, પરંતુ તેના ઘણા ચાહકો પણ છે. મુનમુન દત્તાને (Munmun Dutta) આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે અને મોટાભાગના લોકો હજુ પણ તેને 'બબીતા જી' તરીકે ઓળખે છે. 'બબીતા જી' એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના નવા વીડિયો દ્વારા લોકોનું મનોરંજન કરતી રહે છે.
નાના પડદાની ફેમસ એક્ટ્રેસ મુનમુન દત્તા પોતાના સિઝલિંગ લુક દ્વારા સોશિયલ મીડિયાનું ટેમ્પરેચર હાઈ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે તે ખાવા-પીવાની અને ખાસ કરીને કોરિયન ફૂડ (Munmun Dutta loves Korean food)ની દિવાની છે. હાલમાં જ તેણે પોતે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે.
'બબીતા જી' એટલે કે મુનમુન દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેનો ખોરાક પ્રત્યેનો પ્રેમ આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું- 'જ્યારે હું કોરિયન ફૂડ જોઉં છું... LOL હા... મારું કોરિયન ઓબ્સેશન... મેં ઘણું બધું ખતમ કર્યું અને મારા પેટમાં હજુ પણ જાપાનીઝ ડેઝર્ટ માટે જગ્યા હતી.'
તમને જણાવી દઈએ કે મુનમુન હંમેશાથી ખાવા-પીવાની શોખીન છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને, તેણે કહ્યું કે તે આ શોખને તેના વ્યવસાય તરીકે બનાવવાની તૈયારી કરી રહી છે, જેમાં તેનો એક બિઝનેસ પાર્ટનર પણ છે. મુનમુને કહ્યું હતું કે તે તેના રાખી ભાઈ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના માલિક કેયુર શેઠ સાથે કામ શરૂ કરવા જઈ રહી છે. પોતાના ફૂડ બિઝનેસ વિશે વાત કરતા મુનમુન દત્તાએ વીડિયોમાં કહ્યું છે કે, તે ક્લાઉડ કિચન હશે. જે ફૂડ એપ્સ પર ઉપલબ્ધ હશે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર