Home /News /entertainment /

બિહારની બેટી બબલી સદીના 'મહાનાયક' અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં કરશે કામ

બિહારની બેટી બબલી સદીના 'મહાનાયક' અમિતાભ બચ્ચન સાથે ફિલ્મમાં કરશે કામ

    બિહારના નાના શહેર મુંગેરની દીકરી બબલી નાયક ટુંક સમયમાં હિંદી ફિલ્મોના સુપર સ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે. ભોજપુરી ફિલ્મો અને આલબમમાં પોતાની એક્ટિંગથી લોકોને ઘાયલ કરનાર બબલી હવે બોલિવુડની ફિલ્મોમાં પોતાની અદાકારી કરવા તૈયાર છે. નિર્દેશક હેમંત કુમાર બચ્ચનની ફિલ્મ 'હિંદી કી બેટી'માં તે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે.

    ભોજપુરી આલબમ અને ફિલ્મોથી ગ્લેમરની દુનિયામાં પગ મુકનાર બબલીની અત્યાર સુધીની સફર સંઘર્ષ ભરેલી રહી છે. મુંગેરના સફિયાબાદની મૂળ નિવાસી બબલી હાલમાં પણ જીલ્લાના હવેલી ખડગપુરમાં ભાડાના મકાનમાં રહે છે. હાલમાં પર્દા પર આવેલી તેની ફિલ્મ 'દારૂ'ને લોકોએ ખુબ વખાણી. ઝારખંડ સરકારે આ ફિલ્મને બેસ્ટ પ્રેરક ફિલ્મનો એવોર્ડ પણ આપ્યો, જ્યારે એનસીઆરમાં આને સોશિયલ એવોર્ડ મળ્યો.

    એસબીએન કોલેજ પાટમમાં સ્નાતક ત્રીજા વર્ષની વિદ્યાર્થીની બબલીના જણાવ્યા અનુસાર, તે હાલમાં નિર્દેશક રાજનની ફિલ્મ 'શહર મસીહા નહી'નો ભાગ બની છે. આમાં મારો અભિનય જોઈને હેમંત કુમાર બચ્ચને 'હિંદીની બેટી' ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં બિગ બી બચ્ચન પણ છે. આ મારા માટે સપનું સાચુ થવા જેવું છે. આ ફિલ્મની શરૂઆતની શુટિંગ મુંગેર, જમુઈ સહિત બિહારના અન્ય વિસ્તારોમાં થશે.

    બીજા ભાગમાં ફિલ્મની શૂટિંગ મુંબઈમાં થશે. બબલી કહે છે કે, બાળપણમાં દારૂના નશામાં પિતાજી હંમેશા મા ને માર મારતા હતા, ત્યારબાદ માતા-પિતા અલગ થઈ ગયા, આજ કારણે 'દારૂ' ફિલ્મનો પ્રસ્તાવ મને મળ્યો તો મે તુરંત સ્વીકાર કરી લીધો હતો.

    મે વિચાર્યું કે, આ 'દારૂ' ફિલ્મ જોઈ એક પણ માણસ જો દારૂ પીવાનું છોડી દે તો મને લાગશે કે, મારૂ જીવન સફળ થઈ ગયું. બબલીએ કહ્યું કે, બાળપણથી જ નૃત્ય-સંગીતમાં મને રસ હતો. જ્યારે મે ભોજપુરી આલ્બમ અને નાની ફિલ્મમાં કરવાનું શરૂ કર્યું તો, લોકો મેણા મારતા હતા. મા અને મારે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું, હવે એજ લોકો વખાણ કરે છે.

    બબલીની મા જણાવે છે કે, જ્યારે તેની દીકરીએ ફિલ્મમાં કામ કરવાની વાત કરી તો મે તેને રોકી નહી, પરંતુ સાથ આપ્યો. આ નિર્ણય બાદ લોકોએ ગણા મેણા-ટોણા માર્યા, પરંતુ મે ક્યારે પણ દીકરીનું મનોબળ તૂટવા ન દીધુ.

    બબલી માટે ફિલ્મોમાં આવવાનો રસ્તો હિન્દી સિંગર નિર્મલ સક્સેનાએ કર્યો. નિર્મલ જણાવે છે કે, જ્યારે તેણે પહેલી વખત બબલીને જોઈ તો તેનામાં કઈં વાત જોઈ અને ત્યારથી આજ દીન સુધી તે બબલીને આગળ લાવવાની કોશિસ કરી રહ્યા છે. તેની આ ઉપલબ્ધી પર પૂરા વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Amitabh Bacchan, બિહાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन