Home /News /entertainment /'Lock Upp' માં મુનવ્વર ફારૂકીએ જણાવ્યું બીજુ એક રહસ્ય, કંગના રનૌત સહિત બધા ચોંકી ગયા
'Lock Upp' માં મુનવ્વર ફારૂકીએ જણાવ્યું બીજુ એક રહસ્ય, કંગના રનૌત સહિત બધા ચોંકી ગયા
લોકઅપ કંગના રનૌત અને મુનવર ફારૂકી
Lock Upp : કંગના રનૌત (Kangana Ranaut) તમામ અસુરક્ષિત કેદીઓને 'લોકઅપ'માં પોતાને બચાવવાનો મોકો આપે છે, જે અંતર્ગત સ્પર્ધકોએ પોતાનું રહસ્ય બધાની સામે જણાવવાનું હોય છે, ત્યારે મુનાવર ફારુકી (Munawar Faruqui) એક એવું સિક્રિટ કહે છે કે બધા ચોંકી જાય છે
કંગના રનૌત (Kangana Ranaut) નો OTT રિયાલિટી શો 'લોકઅપ' (Lock UPP) દરરોજ એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. શોના સ્પર્ધક સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવર ફારુકી (Munawar Faruqui) એ ઘણી વખત પોતાની અંગત જિંદગી વિશે ઘણા મોટા ખુલાસા કર્યા છે. આ દરમિયાન, શોનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મુનવ્વરે કંગના રનૌત અને તમામ સ્પર્ધકો સામે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. અલ્ટ બાલાજીએ ઈન્સ્ટાગ્રામ પર આ ઘટસ્ફોટનો ટીઝર વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં, કંગના રનૌત તમામ અસુરક્ષિત કેદીઓને 'લોકઅપ'માં પોતાને બચાવવાનો મોકો આપે છે, જે અંતર્ગત સ્પર્ધકોએ પોતાનું રહસ્ય બધાની સામે જણાવવાનું હોય છે. વીડિયોમાં કંગના તમામ સ્પર્ધકોને કહે છે કે, 'તમારા તમામ કેદીઓ પાસે લોકઅપમાં પોતાને બચાવવાનો મોકો છે. તમે બધા એક પછી એક એક્સપોઝ ઝોનમાં જશો.' તમામ સ્પર્ધકો સાથે મુનવ્વર ફારૂકી પણ બઝર દબાવે છે અને પછી તે પોતાનું રહસ્ય દરેક સાથે શેર કરે છે.
વીડિયોમાં મુનવ્વર કહેતો જોવા મળે છે, “મેં ક્યારેય આ વાત કોઈની સાથે શેર કરી નથી, કારણ કે મારે તેમનો સામનો કરવો પડ્યો હતો… હું 6 વર્ષનો હતો.. તે એવું હતું કે… ખૂબ જ નજીકનો પરિવાર અને ક્યારેક… તે સમયે મને સમજાયું નહીં. … ચાર-પાંચ વર્ષ સુધી એ સતત ચાલ્યું… ચોથા વર્ષે એ બાબતો એક વાર ખુબ વદી ગઈ…” અને પછી મુનવ્વર ત્યાં જ ઉભા રહીને રડવા લાગે છે.
મુનવ્વરના આ રહસ્યથી તમામ સ્પર્ધકો આશ્ચર્યચકિત થઈ ગયા અને રડી પડ્યા. તેઓ બધા મુનવ્વરને આલિંગન આપે છે. જો કે, આ સમગ્ર મામલો શું છે, મુનવ્વરે કઈ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું તે આજે રાત્રે શો દરમિયાન બહાર આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર