Home /News /entertainment /કોમેડિયન મુનવ્વર ફારુખીએ છોડ્યું સોશિયલ મીડિયા, ઈમોશનલ થઈ ફેન્સને કહી આ વાત

કોમેડિયન મુનવ્વર ફારુખીએ છોડ્યું સોશિયલ મીડિયા, ઈમોશનલ થઈ ફેન્સને કહી આ વાત

મુનવ્વર ફારુખીએ છોડ્યું સોશિયલ મીડિયા

Munawar farooqui: કોમેડિયન મુનવ્વર ફારુખીએ છોડ્યું સોશિયલ મીડિયા, ઈમોશનલ થતા ફેન્સને કહી આ વાત ફારુખીએ ટીવી શો 'લોક અપ'નો ખિતાબ પોતાના નામે કરી લોકપ્રિય બન્યો હતો. ત્યારે ફરી ફારુખી પોતાની લેટેસ્ટ પોસ્ટને લઇ ચર્ચાનો વિષય બન્યો કે જેમાં તેણે સોશિયલ મીડિયા છોડવાની વાત કહી છે.

વધુ જુઓ ...
    સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારુખીએ ટીવી શો 'લોક અપ'નો ખિતાબ પોતાના નામે કરી લીધો છે, જે બાદ તેને ખુબ પોપ્યુલારિટી મળી. આ પછીથી જ મુનવ્વર ચર્ચામાં રહે છે. પહેલા ખબર આવી હતી કે મુનવ્વર ફારુખી અને સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા રિલેશનશિપમાં છે. પછી મુનવ્વર પોતાની ગર્લફ્રેન્ડને લઈ ચર્ચામાં આવ્યો. હાલમાં જ ખબર આવી રહી હતી કે મુનવ્વર અને તેની ગિર્લફ્રેન્ડ નજ઼િલાનું બ્રેકઅપ થઇ ગયું છે, પરંતુ એમનું બ્રેકઅપ થયું નથી. ત્યાં જ ફક વખત મુનવ્વર ચર્ચામાં છે. આ વખતે તે કોઈ છોકરીને કારણે નહિ પરંતુ સોશિયલ મીડિયા છોડવાનાના કારણે ચર્ચામાં છે. હા મુનવ્વરે સોશિયલ મીડિયા છોડી દીધું છે.

    તમને જણાવી દઈએ કે મુનવ્વર ફારૂકી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે અવારનવાર કંઈક ને કંઈક શેર કરે છે અને પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે. તેના ચાહકો પણ તેની પોસ્ટ અને તેના પર ઘણો પ્રેમ વરસાવે છે. ત્યારે કોમેડિયને એક વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે.





    2 ઓક્ટોબરે મુનવ્વર ફારૂકીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે ભાવુક દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં કહી રહ્યો છે કે, "હાય મિત્રો, હું સોશિયલ મીડિયા છોડી રહ્યો છું, ખબર નથી કેટલા સમય સુધી. કંઈક પર્સનલ ચાલી રહ્યું છે તે સમજાતું નથી. આગામી વીડિયો ટીમ પાસે છે, તેઓ તેને તૈયાર કરીને અપલોડ કરશે, મેં ફાઇનલ કટ પણ જોયું નથી, પણ તમને વીડિયો ગમશે. પોતાનું ધ્યાન રાખજો.



    આ પણ વાંચો: MMS લીક થયા પછી કંઈક મોટું કરવા જઈ રહી છે 'કચ્ચા બદામ' ગર્લ અંજલિ અરોરા 

    મુનવ્વર ફારુકીના ફેન્સને આવું સારું નથી લાગી રહ્યું. મુનવ્વરના આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને તેનું કારણ પૂછી રહ્યા છે. તે જ સમયે
    મુનવ્વરનું સોશિયલ મીડિયાથી દૂર રહેવું ચાહકો માટે એક ઝટકો છે.
    Published by:Damini Damini
    First published:

    Tags: Munawar Faruqui, Social media

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन