મુમતાઝના મોતના સમાચાર અંગે દીકરી તાન્યાએ ફોટો શેર કરી આપ્યો ખુલાસો

 • Share this:
  સોશિયલ મીડિયા પર કોઈ પણ સમયે કોઈ પણ સેલિબ્રીટીના મોતની અફવા ઉડતી રહે છે. હમણાં જ સોશિયલ મીડિયા પર સમાચાર વહેતા થયા હતા કે, મુમતાઝનું કાર્ડિયક એરેસ્ટથી નિધન થયું છે. ત્યારબાદ મુમતાઝની નાની દીકરી તાન્યા માધવાનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેના દ્વારા તેણે લોકોને જણાવ્યું કે, તેની માં બિલકુલ સ્વસ્થ્ય છે અને હમણાં તે રોમમાં છે.

  તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર સમાચાર ઉડી રહ્યા હતા કે, એક્ટર્સ મુમતાઝનું નિધન થયું છે. જોકે, આ સમાચાર અફવાહ સાબિત થતાં જ તેમના પ્રશંસકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખુદ મુમતાઝની દીકરીએ તેમના ફેંસ સુધી તેમના સ્વાસ્થ સારૂ હોવાના સમાચાર પહોંચાડ્યા છે.

  મુમતાઝની દીકરી તાન્યા માધવાનીએ રોમમાં પોતાની મા સાથે એક તસવીર પણ પોસ્ટ કરી છે. તેણે વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, તેની મા બિલકુલ સ્વસ્થ્ય છે અને તે તેની સાથે રોમમાં છે. વીડિયોમાં તે જણાવે છે કે, તે તેમની સાથે અત્યારે ગાર્ડન માટે છોડ ખરીદવા જવાની છે.
  આ બાદ તાન્યાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર મુમતાજની તસવીર પણ શેર કરી જેમાં મુમતાજ એકદમ સ્વસ્થ્ય દેખાઈ રહી છે. મુમતાજે આ તસવીરમાં કાળા રંગનું જીન્સ અને કલરફૂલ કૂર્તો પહેર્યો છે અને હંમેશાની જેમ હસતા જોવા મળી રહ્યા છે.  તાન્યાએ લોકોને અપીલ કરી કે તે આ કોટા સમાચાર પર ધ્યાન ન આપે અને પ્રાર્થના કરે કે મુમતાઝ હંમેશા સ્વસ્થ્ય રહે. તમને જણાવી દઈએ કે, મુમતાઝે બિઝનેસમેન મયૂર માધવાની સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરી છે. તેમની મોટી દીકરીનું નામ નતાશા છે, જેણે ફરદીન ખાન સાથે લગ્ન કર્યા છે.


  Published by:kiran mehta
  First published: