મુંબઇ સેશન કોર્ટે લગાવ્યો 'મુલ્ક'ની રિલીઝ પર સ્ટે, સુનાવણી બાદ મળશે લીલી ઝંડી

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઇને કોઇને કોઇ વિવાદ સામે આવી રહ્યાં છે

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઇને કોઇને કોઇ વિવાદ સામે આવી રહ્યાં છે

 • Share this:
  મુંબઇ: ડિરેક્ટર અનુભવ સિન્હાની વિવાદિત ફિલ્મ 'મુલ્ક' પર ફરી એક વખત સંકટનાં વાદળો છવાઇ ગયા છે. હવે આ ફિલ્મની રિલીઝ પર મુંબઇની સેશન કોર્ટે 2 ઓગષ્ટ સુધી રોક લગાવી દીધી છે. આ ફિલ્મ 3 ઓગષ્ટનાં રિલીઝ થવાની છે પણ હાલમાં મળતી માહિતી મુજબ ફિલ્મ પર સુનાવણી બાદ રિલીઝ તે થશે કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે.

  ડિરેક્ટર અનુભવ સિન્હાની ફિલ્મ 'મુલ્ક' ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે મુંબઇની સેશન કોર્ટે તેનાં પર સ્ટે લગાવી દીધો છે. જેને સુનાવણી બાદ હટાવી શકવામાં આવે છે. અને તે બાદ જ ફિલ્મ રિલીઝ થઇ શકશે. 2 ઓગષ્ટનાં રોજ આ આદેશ પર સુનાવણી થશએ. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ફઇલ્મને લઇને કંઇને કંઇ વિવાદ સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલાં અનુભવને સોશિયલ મીડિયા પર ઘણી આલોચના સહન કરવી પડી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર વહેતું થયુ હતું કે, આ ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમનો પૈસો લાગેલો છે જે બાદ અનુભવ સિન્હાએ એક મોટી ટ્વિટ કરીને આવી અફવા ફેલાવનારાઓ પર રોષ વ્યક્ત કર્યો હતો.

  અનુભવ સિન્હાએ કરેલી ટ્વિટ

  અનુભવ સિન્હાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, આ ફિલ્મમાં શ્રીમાન દીપક મુકુટ અને તેમનાં પિતા કમલ મુકુટના પૈસા લાગેલા છે. જે વ્યવસાયે એક દિગ્ગજ છે. મારી દરેક પોસ્ટ 'મુલ્ક' માટે નથી હોતી. અમે ફિલ્મનાં પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે. અન તેને બનાવવામાં તેનાંથી વધુ રૂપિયા ખર્ચ થાય છે.
  Published by:Margi Pandya
  First published: