Mumbai Saga: જ્હોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ 'મુંબઈ સાગા'ને Tamilrockersએ કરી લીક

મુંબઇ સાગા

ફિલ્મ નિર્માતાઓ તગડી રકમ લગાવીને ફિલ્મનું નિર્માણ કરતા હોય છે. જયારે અંતે ફિલ્મો ઓનલાઇન લીક થઇ જાય છે અને મહેનત પર પાણી ફરી વળે છે. જેના કારણે બોક્સઓફિસની કમાણી પર ખરાબ અસર પડે છે. ભારતમાં મોટાભાગની ફિલ્મો ઓનલાઇન

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જે બાદ હવે ધીમે-ધીમે સિનેમાઘરોમાં ફિલ્મો રિલીઝ થવાનો સિલસિલો શરુ થયો છે. ગત સપ્તાહમાં ફીલ 'રૂહી' બાદ હવે ઇમરાન હાશ્મી અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'મુંબઈ સાગા' પડદા પર રિલીઝ થઇ ગઈ છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે, આ ફિલ્મ પૈરાસીનો શિકાર બની ચુકી છે. આ ફિલ્મને સારા રીવ્યુ મળી રહ્યા છે, તેમજ આ ફિલ્મ પાસેથી દર્શકો સારી આશાઓ બાંધીને બેઠા છે. ત્યારે મળતી માહિતી મુજબ, આ ફિલ્મને તામિલરોકર્સ (Tamilrockers), ટેલિગ્રામ, મૂવીરૂલ્ઝ જેવી વેબસાઇટ્સ પર ઓનલાઇન લીક કરી દેવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, ફિલ્મ નિર્માતાઓ તગડી રકમ લગાવીને ફિલ્મનું નિર્માણ કરતા હોય છે. જયારે અંતે ફિલ્મો ઓનલાઇન લીક થઇ જાય છે અને મહેનત પર પાણી ફરી વળે છે. જેના કારણે બોક્સઓફિસની કમાણી પર ખરાબ અસર પડે છે. ભારતમાં મોટાભાગની ફિલ્મો ઓનલાઇન લીક થઇ જતી હોય છે.

    જણાવી દઈએ કે, આ ફિલ્મ 1980 અને 90ના દર્શકની બતાવાઈ છે. જ્હોન આ ફિલ્મમાં ગેંગસ્ટર અમર્ત્ય રાવની ભૂમિકા ભજવી રહ્યો છે, જેણે 90ના દશકમાં મુંબઈ પર રાજ કર્યું હતું. તો બીજી તરફ ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં પોલીસનો રોલ ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં જેકી શ્રોફ, પ્રતીક બબ્બર, ગુલશ ગ્રોવર, રોનિત રોય પણ મહત્વની ભૂમિકામાં છે.

    આ પહેલા રૂહી, બોમ્બે બેગમ્સ, લાહોર કોન્ફીડેન્શીયલ, રસભરી, AK vs AK, લક્ષ્મી, આશ્રમ 2, બુલબુલ, પાતાલ લોક જેવી ફિલ્મો અને વેબ સિરીઝ પૈરાસીનો ભોગ બની ચુકી છે. અહીં તમને જણાવી દઈએ કે News18 કોઈ પણ પ્રકારે પાઈરસીને સપોર્ટ નથી કરતુ. તેમજ પાઈરસી 1975ના કોપીરાઈટ એક્ટ અંતર્ગત એક ગુન્હો છે.
    First published: