Drugs Party: કોઇએ અન્ડરવેરમાં તો મહિલાએ પર્સનાં હેન્ડલમાં છુપાવ્યું ડ્રગ્સ- NCB અધિકારી

NCBની અટકાયતમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન

ડ્રગ્સ કેસમાં એક વાત એ પણ સામે આવી છે કે આ પાર્ટીમાં જેટલા પણ લોકો સામેલ થયા હતા, તે તમામને પેપર રોલ આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન NCBને મોટાભાગના ગેસ્ટના રૂમમાંથી પેપર રોલ મળ્યા હતા. આ પેપર રોલને જોઇન્ટ પેપર પણ કહેવામાં આવે છે.

  • Share this:
    નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ 2 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે મુંબઈથી ગોવા જતાં ક્રૂઝ શિપ પર ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં રેડ પાડી હતી. આ દરોડા સમયે NCBએ 12 લોકોની અટકાયત કરી હતી, જેમાં શાહરુખનો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે. સૂત્રોના મતે, આર્યન ખાને કહ્યું હતું કે તેને VIP ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.

    આર્યન ખાન પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી- NCBના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન પાસેથી ક્રૂઝ પર આવવા કોઈ ફી લેવામાં આવી નહતી. આર્યન ખાને કહ્યું હતું કે ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને અન્ય લોકોને બોલાવવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો-Mumbai Drug Bust: શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન અટકાયતમાં, ડ્રગ્સ લેવાની કરી કબૂલાત- NCB સૂત્ર

    NCBને ગેસ્ટ રૂમમાંથી પેપર રોલ મળ્યા- આ કેસમાં એક વાત એ પણ સામે આવી છે કે આ પાર્ટીમાં જેટલા પણ લોકો સામેલ થયા હતા, તે તમામને પેપર રોલ આપવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન NCBને મોટાભાગના ગેસ્ટના રૂમમાંથી પેપર રોલ મળ્યા હતા. આ પેપર રોલને જોઇન્ટ પેપર પણ કહેવામાં આવે છે.

    આ પણ વાંચો-Urfi Javed: રેડ વેલવેટ બિકિની પહેરવાં પર ટ્રોલ થઇ ઉર્ફી તો બોલી,- 'હું પહેરું તો ચીપ, સ્ટાર કિડ પહેરે તો...'

    ક્રૂઝ પર કેવી રીતે ડ્રગ્સ પહોંચ્યું?- અધિકારીએ કહ્યું હતું કે લોકોએ ડ્રગ્સ છૂપાવવા માટે વિવિધ ઉપાયો અજમાવ્યા હતા. લોકોએ પોતાની પેન્ટની સિલાઈમાં, મહિલાઓએ પોતાના પર્સના હેન્ડલમાં, અન્ડરવેરની સિલાઈના હિસ્સામાં, કોલરની સિલાઈમાં NCB આ તમામ માહિતીને બીજીવાર ક્રોસ ચેક કરી રહ્યું છે અને લોકોને આ સંદર્ભે સવાલ પણ પૂછી રહ્યું છે.

    પહેલેથી જ ક્રૂઝ પર હાજરી હતી NCBની ટીમ- આ ક્રૂઝ જેવું મુંબઈથી ગોવા જવા નીકળ્યું ત્યારે સમુદ્રમાં ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ગઈ હતી. NCBની ટીમ ક્રૂઝમાં જ હતી અને પછી દરોડા પડ્યા હતા. મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળ્યા બાદ ક્રૂઝને મુંબઈ તરફ વાળી દેવામાં આવ્યું હતું. NCBની ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે આ કાર્યવાહી કરી હતી.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: