Adil Khan Arrested: રાખી સાવંતના પતિ આદિલ દુર્રાનીની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. આવતીકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાખી એ આક્ષેપ કર્યો હતો કે આદિલે તેના પૈસા અને ઘરેણાં લઈ લીધાં છે.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતના પતિ આદિલ દુર્રાનીની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. લાંબી પૂછપરછ બાદ પોલીસે આદિલની ધકપકડ કરી છે. આવતીકાલે અંધેરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
એક દિવસ પહેલા જ પોલિસ સ્ટેશન ગઈ હતી રાખી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાખી સાવંતને પણ પોલીસ સ્ટેશનમાં જોવામાં આવી હતી, અહીંથી બહાર આવ્યા બાદ તેમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે તેણે કહ્યું હતું કે તે અહીં તેના અંગત કામ માટે આવી છે અને તેના વિશે કંઈ બોલવું નથી. હવે જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આદિલ રાખીના ઘરે તેને મળવા પહોંચ્યો હતો, ત્યારબાદ જ તેની ધરપકડ કરી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
રાખીએ આદિલ પર લગાવ્યા એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપ
લગ્નનો ખુલાસો થયા બાદથી રાખી અને આદિલ વચ્ચે અસલી મુસીબતો શરૂ થઈ ગઈ છે. તે પહેલા બધું સારું લાગતું હતું. રાખીની માતાના મૃત્યુના 4-5 દિવસ બાદ જ રાખીએ મીડિયામાં ખૂબ રડી અને ઈશારો કર્યો કે આદિલનું કોઈની સાથે અફેર છે અને હવે તેણે નામ જાહેર કરીને જણાવ્યું કે આદિલના તનુ નામની છોકરી સાથે સંબંધ છે અને આદિલ રાખી છેતરે છે.
રાખી સાવંત (Rakhi Sawant)ની લાઈફ આ દિવસોમાં કોઈ રોલર કોસ્ટર રાઈડ કરતા ઓછી નથી. તેના જીવનનો આખો મહિનો ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો અને આ સિલસિલો ફેબ્રુઆરીમાં પણ ચાલુ છે. રાખી સાવંત પહેલા માતાની બિમારીથી ખરાબ રીતે તૂટી ગઈ હતી, આ બાદ જ્યારે લગ્નની વાત જાહેર થઈ ત્યારે આદિલ દ્વારા લગ્નને સ્વીકાર ન કરવા, માતાનું મૃત્યુ થવું અને હવે આદિલની બેવફાઈ, રાખી સાવંતના જીવનને ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતીનુ નિર્માણ થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર