સુશાંત કેસમાં સૌથી મોટા સમાચાર: સંજય લીલા ભણસાલીને મુંબઇ પોલીસે પાઠવ્યું સમન્સ

News18 Gujarati
Updated: July 2, 2020, 2:11 PM IST
સુશાંત કેસમાં સૌથી મોટા સમાચાર: સંજય લીલા ભણસાલીને મુંબઇ પોલીસે પાઠવ્યું સમન્સ
સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા મામલે અત્યાર સુધીમાં 27થી વધુ લોકોની પૂછપરછ થઇ ગઇ છે. જેમાં તેનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની, તેની ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તિની પોલીસે નવ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી.

સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા મામલે અત્યાર સુધીમાં 27થી વધુ લોકોની પૂછપરછ થઇ ગઇ છે. જેમાં તેનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની, તેની ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તિની પોલીસે નવ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યા કેસમાં એકબાદ એક નવાં નવાં વળાંક આવી રહ્યાં છે આ મામલે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે સુશાંતનાં કેસમાં મુંબઇ પોલીસે બોલિવૂડનાં જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરવા માટે તેમને સમન્સ પાઠવ્યા છે. આવનરા એક બે દિવસમાં આ મામલે સંજય લીલા ભણસાલી મુંબઇ પોલીસ સમક્ષ હાજર થશે.

આ ઉપરાંત મુંબઇ પોલીસે યશરાજ ફિલ્મ્સનાં કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ શર્માને પણ બીજી વખત પૂછ પરછ માટે સમન્સ પાઠવ્યા છે. આપને જણાવી દઇએ કે શાનૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પાવરફૂલ નામમાંથી એક છે.

આ પણ વાંચો-સુશાંતનો વિસેરા રિપોર્ટ આવ્યો સામે, મોત અંગે થયો ખુલાસો

આ ઉપરાંત મુંબઇ પોલીસ સુશાંત કેસમાં કંગના રનૌટ અને શેખર કપૂરને પણ પૂછપરછ માટે બોલાવી શકે છે. આ બંનેનો સુશાંતની ઇન્વેસ્ટીગેશન અંગે કોઇ જ રોલ નહીં હોય પણ તેઓએ સુશાંતનાં મોત બાદ ઘણી એવી વાતો સોશિયલ મીડિયા પર કરી હતી જેમાંથી પોલીસને કંઇક પૂરાવા માળે તેવી આશા છે તેથી જ તેમની પણ મુંબઇ પોલીસ પૂછપરછ કરી શકે છે.

આપને જણાવી દઇએ કે સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યા મામલે અત્યાર સુધીમાં 27થી વધુ લોકોની પૂછપરછ થઇ ગઇ છે. જેમાં તેનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની, તેની ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તિની પોલીસે નવ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સનાં ભૂતપૂર્વ સીઇઓ અને કાસ્ટિંગ ડિરેક્ટરની પણ પૂછપરછ થઇ હતી.

આ પણ વાંચો- સુશાંતનાં જીજાએ લોન્ચ કર્યુ 'નેપોમીટર', ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ સામે છેડી જંગવેલ સુશાંતનાં કેસમાં તેનાં IAS જીજાજી  વિશાલ કિર્તિએ પણ રસ લીધો છે અને હવે તેઓએ ઇન્ડસ્ટ્રી માટે નેપોમિટર ચાલુ કરવાનું વિચાર્યુ છે જેમાં તેઓ ફિલ્મોમાં ભાઇ ભત્રીજાવાદ વાળી ફિલ્મોને નેપોમિટર પર રેટિંગ આપશે અને તે બાદ જે ફિલ્મોમાં ભાઇ ભત્રીજાવાદ, ગ્રુપિઝમ લાગશે તે તમામ ફિલ્મોની પોલ સોશિયલ મીડિયા પર ખોલશે.
First published: July 2, 2020, 2:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading