પ્રોડ્યુસર વિભુ અગ્રવાલ પર મહિલાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, મુંબઈ પોલીસે દાખલ કર્યો કેસ

મહિલાએ નિર્માતા વિભુ અગ્રવાલ પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

મુંબઈ પોલીસે ફિલ્મ પ્રોડક્શન કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ વિભુ અગ્રવાલ વિરુદ્ધ IPCની કલમ 354 હેઠળ એક મહિલાનું જાતીય શોષણ કરવા બદલ કેસ નોંધ્યો છે. વિભુ અગ્રવાલ સાથે તેમની કંપનીના કન્ટ્રી હેડ અંજલી રૈના પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ફિલ્મમેકર વિભુ અગ્રવાલ (Vibhu Agarwal) મુશ્કેલીમાં છે. વિભુ અગ્રવાલ (Vibhu Agarwal) પર એક મહિલાએ યૌન શોષણ (sexual harassment)નો આરોપ લગાવ્યો છે. જેને લઈને મુંબઈ પોલીસે (Mumbai Police) તેની સામે કેસ નોંધ્યો છે અને વિભુની ધરપકડ પણ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે વિભુની વિરુદ્ધ IPCની કલમ 354 હેઠળ કેસ નોંધ્યો છે. વિભુ અગ્રવાલ (Vibhu Agarwal)ની સાથે તેમની કંપનીના કન્ટ્રી હેડ અંજલી રૈના પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-Raj Kundra Case: વધુ એક પીડિતા આવી સામે, તેની સંમતિ વગર પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવામાં આવ્યા

આ પણ વાંચો-TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

ઉલ્લેખનીય છે કે, વિભુ અગ્રવાલની પ્રોડક્શન કંપનીનું નામ ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ છે. આ કંપની એડલ્ટ કન્ટેન્ટ બનાવવા માટે પ્રખ્યાત છે. ન્યૂઝ એજન્સી ANIએ આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે, જેમાં એક મહિલાએ વિભુ અગ્રવાલ અને તેની કંપનીના કન્ટ્રી હેડ અંજલી રૈના વિરુદ્ધ જાતીય શોષણ (sexual harassment)નો આરોપ લગાવ્યો છે.

PHOTO-Twitter


મુંબઈ પોલીસે આ અંગે જણાવ્યું કે, 'મુંબઈ પોલીસે ફિલ્મ પ્રોડક્શન કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ વિભુ અગ્રવાલ વિરુદ્ધ IPCની કલમ 354 હેઠળ એક મહિલાનું જાતીય શોષણ કરવા બદલ કેસ નોંધ્યો છે. વિભુ અગ્રવાલ સાથે તેમની કંપનીના કન્ટ્રી હેડ અંજલી રૈના પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

આ પણ વાંચો- YO YO Honey Singh: પત્નિનો આરોપ- નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, છાતી પર હાથ ફેરવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2013માં વિભુએ 'બાત બન ગયી'નું નિર્માણ કર્યું હતું અને વર્ષ 2019માં ઉલ્લુ એપ લોન્ચ કરી હતી. આ એપ પર હિન્દી-અંગ્રેજીમાં બોલ્ડ કન્ટેન્ટ પણ છે. આ એપ પર માત્ર હિન્દી-અંગ્રેજીમાં જ નહીં, પરંતુ ભોજપુરી, પંજાબી, તમિલ, મરાઠી અને તેલુગુ જેવી ભાષાઓમાં પણ બોલ્ડ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Published by:Margi Pandya
First published: