Home /News /entertainment /

ન્યૂડ ફોટોશૂટના કારણે મુંબઈ પોલીસ રણવીર સિંહના ઘરે પહોંચી, રણવીર ઘરે ન મળ્યો

ન્યૂડ ફોટોશૂટના કારણે મુંબઈ પોલીસ રણવીર સિંહના ઘરે પહોંચી, રણવીર ઘરે ન મળ્યો

ઉઘાડી તસવીરો બદલ મુંબઈ પોલીસ રણવીર સિંહના ઘરે પહોંચી

રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટના કારણે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો, જો કે, તેનો સપોર્ટ કરનારા પણ ઘણા લોકો હતા. રણવીરની વિરુદ્ધ FIRમાં કહેવામાં આવ્યું છે કે, તેને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

    રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટના કારણે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો, જો કે, તેનો સપોર્ટ કરનારા પણ ઘણા લોકો હતા. રણવીરની વિરુદ્ધ FIRમાં કહેવામાં આવ્યું છે કે, તેને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

    રણવીર સિંહના વિવાદિત ફોટોઝને સોશિયલ મીડિયા પરથી હટાવવાની માગ કરવામાં આવી હતી. હવે આ મામલામાં મુંબઈ પોલીસે એક્ટરના ઘરે તેને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં રણવીર સામે નગ્ન ફોટા પડાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવા બદલ થયેલી ફરિયાદ મુદ્દે મુંબઈ પોલીસ રણવીરના ઘરે પહોંચી ગઈ હતી. મુંબઈ પોલીસને રણવીરના ઘરેથી ડેલે હાથ દઇને જ પાછા ફરવાનો વારો આવ્યો હતો. કેમ કે, ઘર પર હાજર એક્ટરના સ્ટાફે પોલીસને કહ્યું કે રણવીર ઘરે નથી અને ચાર દિવસ પછી 16 ઓગસ્ટના રોજ પરત ફરશે. હવે પોલીસ ટીમ ફરી પાછી 16 ઓગસ્ટે રણવીરના ઘરે ત્રાટકશે.

    રણવીર સિંહને પોલીસની સમક્ષ હાજર થવાનું છે

    નોટિસમાં જણાવવામાં આવ્યું છે, રણવીર સિંહને ચેમ્બુર પોલીસની સમક્ષ 22 ઓગસ્ટે રજૂ થવાનું છે. રણવીર પર IPCની ઘણી કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, તેના પર IPCની કલમ 292, 294, 509 સિવાય આઈટી એક્ટની સેક્શન 67A અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

    આ સેલેબ્સે સપોર્ટ કર્યો

    આલિયાએ 'ડાર્લિંગ્સ'ના ટ્રેલર લૉન્ચમાં કહ્યું હતું કે રણવીર તેનો ફેવરિટ એક્ટર છે અને તે તેની વિરુદ્ધ કોઈ વાત સહન કરશે નહીં. દીપિકા પતિના ન્યૂડ ફોટોશૂટથી ઇમ્પ્રેસ થઈ હતી. અર્જુને રણવીરના ન્યૂડ ફોટોશૂટ અંગે કહ્યું હતું કે રણવીરે જે પણ કર્યું તે તેની મરજી હતી. તેને જે સહજ લાગ્યું તે તેણે કર્યું. આપણે તેની મરજીને માન આપવું જોઈએ.

    ન્યૂડ ફોટોશૂટ અંગે રણવીરે શું કહ્યું?

    'પેપર મેગેઝિન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે કહ્યું હતું કે તે ફિઝિકલી ઘણી જ સરળતાથી ન્યૂડ થઈ શકે છે. જોકે તેણે તેનાં કેટલાંક પર્ફોર્મન્સમાં એટલાં માટે કપડાં ઉતાર્યાં હતાં કે ચાહકો તેના આત્માને જોઈ શકે. તેણે એમ પણ કહ્યું હતું કે તેને હજારોની સામે નેક્ડ થવામાં કોઈ વાંધો નથી. જોકે, ઘણી વખત લોકો અસહજ થઈ જતા હોય છે.

    અપકમિંગ પ્રોજેક્ટ

    રણવીર સિંહ છેલ્લે 'જયેશભાઈ જોરદાર'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી. હવે તે કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની' તથા રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં કામ કરી રહ્યો છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Nude Photoshoot, Ranveer Singh, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन