નસીરુદ્દીન શાહની દીકરી હીબાએ ક્લિનિકમાં બે મહિલાઓની કરી પીટાઇ, થઇ પોલીસ ફરિયાદ

News18 Gujarati
Updated: January 25, 2020, 3:35 PM IST
નસીરુદ્દીન શાહની દીકરી હીબાએ ક્લિનિકમાં બે મહિલાઓની કરી પીટાઇ, થઇ પોલીસ ફરિયાદ
નસીરુદ્દીન શાહની પુત્રી હિબા

મુંબઇ પોલીસે હીબા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે

  • Share this:
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રી નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) ની પુત્રી હીબા શાહ (Heeba Shah) પર મુંબઇના એક વેટનરી ક્લિનિકમાં બે મહિલાઓને મારવાનો આરોપ છે. ક્લિનિકે આરોપ લગાવ્યો છે કે હીબા 16 જાન્યુઆરીએ તેમની 2 મહિલા કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મુંબઇ પોલીસે હીબા વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે અને આ મામલે તપાસ હાલ ચાલી રહી છે.

ફેલાઇન ફાઉન્ડેશન હેઠળ પોલીસે ફરિયાદ દાખલ કરાઇ છે. 16 જાન્યુઆરીએ હીબા તેની મિત્રની બે બિલાડીઓની નસબંધી કરવા અહીં આવી હતી. વર્સોવા વાઇલ્ડ વૃડ પાર્કમાં રહેતી હીબા શાહની મિત્ર સુપ્રિયા શર્માએ વેટરનરી ક્લિનિકમાં નસબંધી માટે બે બિલાડીઓનો સ્લોટ બુક કરાવ્યો હતો. હીબા અહીં પહોંચી પણ કંઇક કારણ સહ નસબંધી ના થઇ શકી.

સીસીટીવીમાં દેખાય છે કે કર્મચારી તેમને 5 મિનિટ રાહ જોવાનું કહે છે. તે વખતે અહીં બીજા પ્રાણીની સર્જરી ચાલી રહી હતી. કેટલાક સમય પછી હિબા ગુસ્સામાં ત્યાં કામ કરતા લોકોને ધમકાવે છે. અને કહે છે તને ખબર નથી હું કોણ છું. મને કેવી રીતે કોઇ અસિસ્ટ નથી કરતા. હું રીક્ષાથી આવી તો કેમ કોઇ બિલાડીઓના પિંજરાને લેવા ન આવ્યું. બસ આ વાતે ત્યાંના સ્ટાફ સાથે તેની વાતચીત વધી ગઇ અને તેણે સ્ટાફને થપ્પડ મારવા લાગી.આરોપ છે કે બિલાડીઓને એડમિટ કરવા પહેલા હિબાને કેટલાક પેપર સાઇન કરવાનું કહેવામાં આવ્યું. તે વાત પર જ હિબા ત્યાંના સ્ટાફ સાથે લડાઇ પડી. પોલીસે અભિનેત્રી હિબા વિરુદ્ધ IPC 323,504 અને 506 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે બીજી તરફ મીડ ડેથી વાતચીતમાં હિબાએ આ તમામ આરોપોને નકાર્યા છે. તેણે કહ્યું કે મેં કોઇને નથી માર્યા. તેણે કહ્યું કે પહેલા મને ગેટકીપરે ક્લિનકમાં અંદર ના જવા દીધી. અને પછી તે લોકો મને ખૂબ બધા સવાલ પૂછવા લાગ્યા. ત્યાં હાજર એક મહિલા કર્મચારીએ મને ધક્કો માર્યો.
First published: January 25, 2020, 3:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading