અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ, મુંબઇ પોલીસે નોંધી FIR

News18 Gujarati
Updated: June 27, 2019, 7:38 PM IST
અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ, મુંબઇ પોલીસે નોંધી FIR
એક મોટી અભિનેત્રીની ફરિયાદના આધારે અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ રેપ કેસ દાખલ કરાયો છે.

એક મોટી અભિનેત્રીની ફરિયાદના આધારે અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ રેપ કેસ દાખલ કરાયો છે.

  • Share this:
એક મોટી અભિનેત્રીની ફરિયાદના આધારે અભિનેતા આદિત્ય પંચોલી વિરુદ્ધ રેપ કેસ દાખલ કરાયો છે. અભિનેત્રી સાથે આદિત્ય લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી બંને વચ્ચે કોઇ વાતે તકરાર ચાલી રહી છે.

આ પહેલા બોલીવૂડ એક્ટર શાઇની આહુજા, કરણ ઓબેરોય પર પણ રેપ કેસનો આરોપ લાગી ચૂક્યો છે. ત્યારબાદ હવે આદિત્ય પંચોલી વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે. તો અભિનેતા આલોકનાથ પર પણ રેપનો આરો લાગી ચૂક્યો છે.

થોડા સમય પહેલા જ અભિનેતા આદિત્ય પંચોલી પર રેપ અને શોષણ જેવા ગંભીર આરોપ લગાવનારી એક્ટ્રેસ અને તેની બહેનને કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ મામલે આદિત્યએ પોલીસમાં ફરિયાદ કરી આ અભિનેત્રી અને તેની બહેન પર ખોટા આરોપ લગાવવા અને ફસાવવાનો દાવો કર્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ શું તમે જાણો છો હજારો લીટર પાણીમાંથી તૈયાર થાય છે આ પ્રોડક્ટ

બોલીવૂડની આ મોટી અભિનેત્રી અને તેની બહેનને અંધેરી કોર્ટે 26 જુલાઇએ કોર્ટમાં રજૂ થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે આદિત્યનું કહેવું હતું કે એક્ટ્રેસ તરફથી તેમને ધમકીઓ મળી રહી હતી. આદિત્યએ આ ધમકીનું સ્ટિંગ પણ બનાવ્યું હતું.
First published: June 27, 2019, 7:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading