Home /News /entertainment /રાખી સાવંતની સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ, પ્રેસ કોન્ફરન્સમાં અન્ય એક્ટ્રેસનો અશ્લિલ વીડિયો બતાવવનો આરોપ

રાખી સાવંતની સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ, પ્રેસ કોન્ફરન્સમાં અન્ય એક્ટ્રેસનો અશ્લિલ વીડિયો બતાવવનો આરોપ

ફાઇલ ફોટો

મુંબઈ પોલીસે બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટની સામે એફઆઈઆર નોંધી છે. એક એક્ટ્રેસ દ્વારા પોતાનો અશ્લીલ વીડિયો બતાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    મુંબઈઃ મુંબઈ પોલીસે ફિલ્મ એક્ટ્રેલ રાખી સાવંત અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટની સામે કેસ દાખલ કર્યો છે. એક એક્ટ્રેસ દ્વારા ફરિયાદ કર્યા બાદ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશન ખાતે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, રાખી સાવંત અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણીનો અશ્લિલ વીડિયો બતાવીને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે છેડતી અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, શાર્લીન ચોપડા દ્વારા રાખી સાવંત સામે જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. અને અંબોલી પોલીસ સ્ટેશનમાં તેણે અન્ય કોઈ એક્ટ્રેસ સામે  પણ ફરિયાદ નોંધી હતી.



    જણાવી દઈએ કે, રાખી સાવંત અને શાર્લીન ચોપડાનો ઓનલાઈન ઝઘડો ચાલી રહ્યો છે. જ્યારથી સાજિદ ખાને બિગબોસના ઘરમાં પ્રવેશ કર્યો ત્યારથી શાર્લીન તેની સામે સક્રિય થઈ છે અને #MeToo આરોપી સાજિદ ખાન સામે સજાની માંગ કરી રહી છે. ત્યારે રાખી સાવંત સાજિદના સમર્થનમાં આવી હતી અને તેણીએ શાર્લીન ચોપડા વિશે ઘણી વાતો કહી હતી.

    આ પણ વાંચોઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીની પહેલી તસવીર થઈ વાયરલ, શું તમે જોઈ ?


    રાખીના વિરોધ બાદ શાર્લીન ચોપડા દ્વારા પણ પૈપરાઝી સામે રાખીના વીડિયોની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેણીએ પૈપરાઝીને જણાવ્યુ હતું કે મારી લડાઈ રાખી સામે નહીં, યૌન શોષણ સામે હતી, રાખી જબરદસ્તી વચ્ચે કૂદી રહી છે.

    આ પણ વાંચોઃ બચ્ચન નહીં આ છે બોલિવૂડના 'Big-B'ની અસલી અટક, આ કારણે પિતાએ અપનાવ્યુ નવું ઉપનામ




     

     

     


    View this post on Instagram


     

     

     


    A post shared by Viral Bhayani (@viralbhayani)





    તેમની આ લડાઈ હજું સુધી તેમની આ લડાઈ ચાલી રહી છે. નોંધનીય છે કે, રાખી અને શાર્લીને સામસામે કોઈ વાત કરી નથી.

    લાંબા સમયથી આ ઝઘડો સોશિયલ મીડિયા દ્વારા થઈ રહ્યો છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood actress, Entertainemt News, રાખી સાવંત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन