પ્રતિક ગાંધીએ તેના ટ્વીટર એકાઉન્ટ પર મુંબઇ પોલીસ સાથેનો એક ખરાબ અનુભવ શેર કર્યો
પ્રતિક ગાંધીએ (Pratik Gandhi) રવિવારે ટ્વિટર પર મુંબઈ પોલીસ સાથેનો તેમનો ખરાબ અનુભવ શેર કર્યો. પ્રતીક ગાંધીએ કહ્યું કે મુંબઈ પોલીસે અભિનેતા સાથે ગેરવર્તણૂક કરીને તેનું અપમાન કર્યું કારણ કે હાઈવે પર વીઆઈપી મૂવમેન્ટ ચાલી રહી હતી.
'સ્કેમ 1992' (Scam 1992) ફેમ પ્રતિક ગાંધીની (Pratik Gandhi) લોકપ્રિયતા સતત વધી રહી છે પરંતુ તેમ છતાં રવિવારે તેમની સાથે કંઈક એવું બન્યું જે ચોક્કસપણે તેમના માટે કડવો અનુભવ હતો. વાસ્તવમાં, પ્રતિક ગાંધીએ રવિવારે મુંબઈ પોલીસ સાથેના પોતાના ખરાબ અનુભવો વિશે ટ્વિટર પર શેર કર્યું હતું. પ્રતીક ગાંધીએ કહ્યું કે મુંબઈ પોલીસે અભિનેતા સાથે ગેરવર્તણૂક કરીને તેનું અપમાન કર્યું કારણ કે હાઈવે પર વીઆઈપી મૂવમેન્ટ ચાલી રહી હતી.
લોકોએ કોમેન્ટ કરી
પ્રતીક ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, 'મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે VIP મૂવમેન્ટને કારણે જામ થઈ ગયો હતો. હું શૂટિંગ લોકેશન પર પહોંચવા માટે પગપાળા ચાલવા લાગ્યો. આના પર, પોલીસે મને ખભાથી પકડીને ખેંચ્યો અને મને માર્બલના વેરહાઉસમાં રાહ જોવડાવી. તેમણે મારું અપમાન કર્યું અને મને આ બાબતે કઇં જણાવ્યુ પણ નહીં. આ પછી ઘણા યુઝર્સે તેને કહ્યું કે પીએમ મોદી શહેરમાં હતા, તેથી આવું બન્યું હશે.
જવાબમાં પ્રતીક ગાંધીએ પણ લખ્યું છે - ઓહ, મને ખબર નહોતી. પ્રતિક ગાંધીના આ ટ્વીટ પર ત્યાં ઘણા યુઝર્સ પણ તેની મજા લેવા લાગ્યા. એક યુઝરે લખ્યું - હર બાર રિસ્ક હે તો ઇશ્ક હે નથી હોતું મોટા ભાઇ. આના પર પ્રતિક ગાંધીએ તેમને જવાબ આપતા કહ્યું કે, ભાઇ કોઇ રિસ્ક નહીં ફક્ત પોતાના કામ પર જઇ રહ્યો હતો' એક ફોલોવરે પ્રતિક ગાંધી સાથે મુંબઈ પોલીસની ટ્રાફિક એડવાઈઝરી શેર કરી અને તેમને કહ્યું કે પોલીસે પહેલા જાણ કરી હતી તેના વિશે.
આ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું હતું કે, 'વીઆઈપી મૂવમેન્ટના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ધારાવી, માટુંગા તરફ 3-9 કલાકની વચ્ચે ટ્રાફિક ધીમો પડી શકે છે. મુંબઈકરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ માર્ગને બદલે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે. આપને જણાવી દઈએ કે હર્ષદ મહેતા પર આધારિત 'સ્કેમ 1992' વેબ સિરીઝ પછી પ્રતિક ગાંધી રાતોરાત સ્ટાર બની ગયા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં 'વો લડકી હૈ કહાં' ફિલ્મનો સમાવેશ થાય છે જેમાં તેની સાથે તાપસી પન્નુ જોવા મળશે. આ સિવાય તેની પાસે નેટફ્લિક્સ માટે પણ એક પ્રોજેક્ટ છે. પ્રતિક ગાંધી ફિલ્મ 'ફૂલે'માં મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલેનું પાત્ર ભજવતા જોવા મળશે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર