SSR Death: મુંબઇ પોલીસની મોટી બેદરકારી, દિશા સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર થયુ ડિલીટ

News18 Gujarati
Updated: August 2, 2020, 3:57 PM IST
SSR Death: મુંબઇ પોલીસની મોટી બેદરકારી, દિશા સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર થયુ ડિલીટ
સુશાંત સિંઘ રાજપૂત, (ફાઇલ ફોટો)

સુશાંત કેસમાં મુંબઇ પોલીસની મોટી બેદરકારી સામે આવી છે શનિવારે સાંજે બિહાર પોલીસની ટીમ માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલયાનની આત્મહત્યા અંગે માહિતી લેવા પહોંચી હતી

  • Share this:
ચંદ્રમોહન/ એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે (Sushant Singh Rajput Suicide Case) મામલે મુંબઇ પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. ખબર છે કે, મુંબઇ પોલીસ (Mumbai Police)એ અજાણતા દિશા સાલયાન (Disha Salian) સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ કરી દીધુ છે. અહી સુધી કે બિહાર પોલીસ (Bihar Police)ને દિશાનું કોમ્પ્યુટર/ લેપટોપ પણ આપવામાં આવતુ નથી. જ્યારે બિહાર પોલીસે કહ્યું કે, તેમને લેપપોટ આપવામાં આવે તો તે ફોલ્ડર ફરીથી પાછુ લાવી શકે છે. મુંબઇ પોલીસે આ કેસમાં જે પ્રાકરનાં નિવેદન બિહાર પોલીસ સામે મુક્યા છે તે જોતા મુંબઇ પોલીસની કાર્યપ્રણાલી પર શંકા ઉભી થાય તેવા છે.

માહિતી મુજબ, બિહાર પોલીસની ટીમ શનિવારે સાંજે માલવણી પોલીસ સ્ટેશનમાં દિશા સાલયાનની આત્મહત્યા અંગે કેટલીક માહિતી લેવા પહોંચી હતી. સૂત્રો મુજબ, મુંબઇ પોલીસનાં તપાસ અધિકારી તમાંમ જાણકારી મોઢે મોઢ આપી રહ્યાં હતાં. ત્યારે મુંબઇ પોલીસને બિહારનાં તાપસ અધિકારીને કોઇ ફોન આવ્યો જે બાદ તમામ ચીજો બદલાઇ ગઇ. પોલીસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર તે બાદ મુંબઇ પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે તેમનાંથી અજાણતા દિશા સાથે જોડાયેલું ફાઇલ ફોલ્ડર ડિલીટ થઇ ગયુ છે જે બાદ બિહાર પોલીસે તે કોમ્પ્યુટર/ લેપટોપ પણ માંગવામાં આવ્યું જોકે તે પણ મુંબઇ પોલીસ દ્વારા આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો- સુશાંત સિંહનાં ડિપ્રેશન અંગે થેરપિસ્ટનો મોટો ખુલાસો, બોલી- રિયા હતી મજબૂત સપોર્ટ

સુશાંતનાં કેસમાં બિહાર પોલીસ સતત અપડેટ આપી રહી છે. હવે સામે આવ્યું કે સુશાંતની એક્સ મેનેજર દિશા સાલિયાનનાં પરિવારની પણ આ કેસમાં પૂછપરછ થઇ શકે છે. સાથે જ સુશાંતનાં સિમ કાર્ડ અંગે પણ ખુલાસો થયો હતો.

આપને જણાવી દઇએ કે, દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી હતી. ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટર પર માહિતી આપી છે કે, 'બિહાર પોલીસ સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશા સાલિયાનનાં પરિવારની પણ પૂછપરછ કરશે. તેઓ સતત દિશાનાં પરિવારનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પણ હાલમાં તેમનાં સાથે કોઇ જ સંપર્ક બની રહ્યો નથી.' બિહાર પોલીસે આપેલી માહિતી અનુસાર, સુશાંત દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલું કોઇપણ સિમ કાર્ડ તેનાં નામથી રજિસ્ટર્ડ ન હતું. એક સિમ કાર્ડ તેનાં મિત્ર સિદ્ધાર્થ પીઠાનીના નામ પર હતું. હાલમાં તેનાં કોલ ડિટેલ રેકોર્ડ ટ્રેક કરી રહ્યાં છીએ.



આપને જણાવી દઇએ કે,સુશાંતનાં પિતા દ્વારા કરવામાં આવેલી FIR બાદ બિહાર પોલીસની ચાર સભ્યોની ટીમ મુંબઇ આવી છે અને તેઓ આ મામલાની વિસ્તૃત તપાસ કરી રહી છે.

આ પણ વાંચો- સુશાંત સિંહ કેસ: બિહાર પોલીસે રિયાને ફટકારી નોટિસ, તપાસમાં મદદ કરવા કહ્યું

આ પહેલાં NEWS18ને સુશાંત સિંહ રાજપૂતનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે જોડાયેલી માહિતી હાથ લાગી હતી. તે મુજબ આ મામલાનાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરે જે શરૂઆતી પૂરાવા આપ્યા હતાં તેમાં તે રિપોર્ટનો ઉલ્લેખ સુદ્ધા નહોતો થયો. તે સાથે જ સુશાંતનાં ઘરે તે દિવસની વીડિયોગ્રાફરે શું રેકોર્ડ કર્ય તેની જાણકારી પણ રિપોર્ટમાં ન હતી. અહી સુધી કે ડેડ બોડીને હાઇટ કે કોઇ આડેન્ટિટી માર્ક પણ રિપોર્ટમાં ન હતો.
Published by: Margi Pandya
First published: August 2, 2020, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading