Home /News /entertainment /રાખી સાવંતની વધી મુશ્કેલીઓ, આ મામલે મુંબઇ પોલીસે એક્ટ્રેસની ધરપકડ કરી

રાખી સાવંતની વધી મુશ્કેલીઓ, આ મામલે મુંબઇ પોલીસે એક્ટ્રેસની ધરપકડ કરી

રાખી સાવંતની મુંબઇ પોલીસે ધરપકડ કરી

રાખી સાવંત આજે બપોરે 3 વાગ્યે તેના પતિ આદિલ સાથે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી, તે પહેલા પોલીસે શર્લિન ચોપરા કેસમાં તેની ધરપકડ કરી છે.

    ડ્રામા ક્વીન રાખી સાવંત વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે અંબોલી પોલીસે તેની ધરપકડ કરી છે. એક્ટ્રેસ શર્લિન ચોપરાએ ટ્વિટર પર આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાખી સાવંત આજે બપોરે 3 વાગ્યે તેના પતિ આદિલ સાથે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી, તે પહેલા પોલીસે શર્લિન ચોપરા કેસમાં તેની ધરપકડ કરી છે.



    આ પણ વાંચો :  Bigg Boss 16માં Abdu Rozikની ફરી થશે એન્ટ્રી, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ

    શર્લિન ચોપરાએ ટ્વિટર પર લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ!!! અંબોલી પોલીસે FIR 883/2022ના સંબંધમાં રાખી સાવંતની ધરપકડ કરી છે. ગઈકાલે, રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યો હતો.

    તમને જણાવી દઈએ કે નવેમ્બર 2022માં શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો અશ્લીલ વીડિયો બતાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસે જાહેર કર્યું નિવેદન


    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ થોડા સમય પછી રાખીને અંધેરી કોર્ટમાં રજૂ કરશે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાખી સાવંત પર થોડા સમય પહેલા એક મહિલા મોડલનો વાંધાજનક વીડિયો અને ફોટો વાયરલ કરવાનો આરોપ છે.

    આ પણ વાંચો :  હેં! આલિયા ભટ્ટ ફરી થઇ પ્રેગનેન્ટ! ઢીલા કપડામાં રણબીર કપૂર સાથે ઇવેન્ટમાં પહોંચી, વારંવાર ઢાંકતી રહી ટમી

    આ કેસમાં રાખીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, બુધવારે મુંબઈની સેશન્સ કોર્ટે રાખી સાવંતના ABAને ફગાવી દીધા હતા, જેના પછી આજે એટલે કે 19 જાન્યુઆરી, ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.


    શર્લિને બે લોકો વિરુદ્ધ FIR દાખલ કરાવી


    હકીકતમાં, રાખી અને શર્લિન ચોપરા વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. શર્લિને સાજિદ પર થયેલા સેક્સુઅલ હેરેસમેન્ટ મુદ્દે જોરદાર નિવેદનબાજી કરી હતી. આ પછી રાખીએ સાજિદની સાઇડ લીધી હતી. આ કેસમાં બંનેએ એકબીજા વિરુદ્ધ FIR નોંધાવી હતી. શર્લિને રાખી અને એડવોકેટ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ વિરુદ્ધ FIR દાખલ કરી હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Rakhi sawant, Rakhi Sawant News, Rakhi Sawant Video

    विज्ञापन
    विज्ञापन