તનુશ્રી દત્તા છેડછાડ મામલે નાના પાટેકર વિરુદ્ધ ન મળ્યાં પુરાવા

તનુશ્રીએ નાના પાટેકર વિરુદ્ધ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે છેડછાડ અને શારીરિક શોષણ મામલે ફરિયાદ દાખલ કરી હતી, આ આરોપો બાદ નાના પાટેકરે કહ્યું હતુ કે તનુશ્રી પર કાનૂની પગલાં લેશે.

News18 Gujarati
Updated: June 13, 2019, 3:56 PM IST
તનુશ્રી દત્તા છેડછાડ મામલે નાના પાટેકર વિરુદ્ધ ન મળ્યાં પુરાવા
તનુશ્રી દત્તા સાથે કથિત રુપથી થયેલી છેડછાડ મામલે નાના પાટેકરને મોટી ખૂબ રાહત મળી છે.
News18 Gujarati
Updated: June 13, 2019, 3:56 PM IST
બોલિવૂડની અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે કથિત રુપથી થયેલી છેડછાડ મામલે નાના પાટેકરને મોટી ખૂબ રાહત મળી છે. મુંબઈ પોલીસે આ કેસમાં અંધેરી કોર્ટમાં બી સમરી ફાઇલ દાખલ કરી છે. બી. સમરીનો અર્થ એ છે કે આરોપી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. આ રીતે પુરાવા વગર આ તપાસ કેવી રીતે હાથ ધરવી. મુંબઇ પોલીસના આ કાર્યથી ચોક્કસપણે તનુશ્રી દત્તાને આઘાત લાગ્યો છે.

તનુશ્રીએ નાના પાટેકર વિરુદ્ધ મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે છેડછાડ અને શારીરિક શોષણ મામલે ફરિયાદ દાખલ કરી હતી, આ બાદ લાંબા સમયથી તનુશ્રી અને નાના પાટેકર વચ્ચે એકબીજા સામે સમસ્યાઓ આવતી રહી, આ મામલામાં નામ આવ્યાં બાદ નાના પાટેકર માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મુશ્કેલી આવી ગઇ હતી.#MeToo અભિયાન હેઠળ તનુશ્રીએ નાના પાટેકર પર લગાવ્યાં હતા આરોપ
આશિક બનાયા આપને ફિલ્મથી બોલિવડમાં ધમાલ મચાવનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તના નિવેદનને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી હતી. તેણે ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર પર સેક્સુઅલ હરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો, આ આરોપ બાદ નાના એ કહ્યું હતુ કે તનુશ્રી પર કાનૂની પગલા લેવાશે. આ દરમિયાન તનુશ્રીની સાથે અનેક સેલિબ્રિટિઝ સામે આવી હતી.

(CINTAA) એ પણ કહ્યું હતુ સત્તાવાર તપાસ કરવા
Loading...

આ બાબતમાં પગલા ઉઠાવતા સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન (CINTAA) ) એ તપાસ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. સિંટાએ લેખિત નિવેદનમાં એવું કહ્યુ હતું કે 2008 માં તનુશ્રીની ફરિયાદ હોવા છતાં આ બાબતે કોઈ ઉકેલ આવ્યો નથી. સિંટા આ માટે શરમજનક છે. જોકે, સિંટાએ એવો દાવો કર્યો હતો કે આ કેસની તપાસ હવે શરૂ થશે અને સત્ય આગળ લાવવામાં આવશે.
First published: June 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...