10 વર્ષ બાદ ફરી રાજનીતિમાં આવશે 'સંજુ બાબા', આ પાર્ટીમાં થશે સામેલ

News18 Gujarati
Updated: August 26, 2019, 12:49 PM IST
10 વર્ષ બાદ ફરી રાજનીતિમાં આવશે 'સંજુ બાબા', આ પાર્ટીમાં થશે સામેલ
ફરી રાજનીતિમાં આવશે સંજુ બાબા, BJPની આ ગઠબંધન પાર્ટીમાં થઇ શકે છે સામેલ

બોલિવૂડ અભિનેતા સંજય દત્ત લગભગ 10 વર્ષ બાદ એકવાર ફરી રાજનીતિના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.

  • Share this:
બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર રાજકારણમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી ચુકેલા બોલિવૂડ એક્ટર હવે ભાજપની ગઠબંધન પાર્ટી રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP) માં જોડાઇ શકે છે. આ દાવો પક્ષના વડા અને રાજ્ય સરકારના પ્રધાન મહાદેવ જાણકર દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સંજય દત્ત 25 સપ્ટેમ્બરે તેમની પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.

આરએસપીના 16માં સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં બોલતા રાજ્યના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન જાણકરે કહ્યું હતું કે 'સંજય દત્તે પાર્ટીમાં જોડાવા માટે 25 સપ્ટેમ્બરની તારીખ આપી છે. અત્યારે તે દુબઈમાં છે, જ્યારે પણ તે મુંબઈમાં હશે ત્યારે તે ચોક્કસપણે અમારી પાર્ટીમાં જોડાશે. આ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે સંજય દત્ત ભાજપમાં સામેલ થઈ શકે છે, કારણ કે તેઓ જેલમાંથી છૂટા થયા બાદ ભાજપના કાર્યક્રમમાં હાજર થયા હતા, ત્યારબાદ તેમના ભાજપમાં જોડાવાના સમાચાર હતા.

 આરએસપી મહારાષ્ટ્રમાં સતારુઢ ભાજપની સહયોગી પાર્ટી છે.

આ પહેલા પણ સંજય દત્તે રાજકારણમાં હાથ અજમાવ્યો છે અને તેણે આ ઇનિંગ સમાજવાદી પાર્ટી સાથે રમી હતી. સંજય દત્ત 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર લખનઉથી લોકસભાના ઉમેદવાર હતા, પરંતુ કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ તેની સજાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યા બાદ તે પાછળ હટી ગયા હતા.સંજય દત્તના પિતા સુનિલ દત્ત પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક હતા અને તેમની બહેન પ્રિયા દત્ત પણ કોંગ્રેસના નેતા છે. પ્રિયા દત્તે કોંગ્રેસના પ્રતીક સાથે ચૂંટણી જીતી લીધી છે અને તાજેતરમાં સંજય દત્ત તેની બહેનનો પ્રચાર કરતા જોવા મળ્યાં હતા.સંજય દત્તને 1992માં મુંબઈ બોમ્બ ધમાકાના મામલામાં એકે-47 રાખવાનાં ગુનામાં સજા સંભળાવવામાં આવી હતી. હવે સંજય દત્તે પોતાની સજા પુરી કરી લીધી છે. સંજયના પિતા સુનીલ દત્ત કોંગ્રેસના મોટા નેતા હતા. દત્ત પરિવારનો કોંગ્રેસ સાથે જુનો નાતો છે.
First published: August 26, 2019
વધુ વાંચો
अगली ख़बर